હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વેણાસરમાં યુવાન ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા કરવાના ગુનામાં બંને આરોપીની ધરપકડ


SHARE

















માળીયા(મી)ના વેણાસરમાં યુવાન ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા કરવાના ગુનામાં બંને આરોપીની ધરપકડ

 માળીયા(મિં.) તાલુકાના વેણાસર ગામે યુવાનની ઉપર કાર ચડાવીને તેની નિર્મમ હત્યા કરવામાં આવેલ હતી જે બનાવમાં મૃતક યુવાનના ભાઈજીના દીકરા ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બંને આરોપીની ધરપકડ કરેલ છે

માળીયા(મી)ના વેણાસર ગામના રહેતા રણજીતભાઈ મહિપતભાઈ કુંવરિયા નામના ૩૨ વર્ષીય યુવાનની તા.૨૮ ના રોજ બપોરના સમયે ગામની બાજુમાં નદીની પાસે સીમ વિસ્તારમાં જમવા માટેનો પ્રોગ્રામ કરેલ જેમાં મૃતક રણજીત અને તેનો કૌટુંબીક ભાઈ સહિતના ભેગા થયા હતા ત્યારે રણજીતને જમવા બાબતે વેણાસર ગામે જ રહેતા સુનિલ લાભૂભાઇ કોરડીયા અને સંદીપ લાભૂભાઇ કોરડીયા નામના શખ્સો સાથે બોલા ચાલી અને ઝઘડો થયો હતો ત્યારે રણજીત સાથેના અગાઉના મનદુખનો ખાર રાખીને તેના ઉપર ગાડી નંબર જીજે ૧૭ એન ૪૪૯૫ ચડાવી દઇને રણજીતની નિર્મમ હત્યા કરી નાંખી હતી અને આ બનાવમાં પ્રકાશભાઈ અને અશોકભાઇ કુવરિયાને પણ નાના મોટી ઇજાઓ થઈ હતી અને અશોકભાઇ જીલુભાઇ કુવરિયાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને સુનિલ લાભૂભાઇ કોરડીયા અને સંદીપ લાભૂભાઇ કોરડીયા નામના બે સગા ભાઈની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં સુનિલ લાભૂભાઇ કોરડીયા અને સંદીપ લાભૂભાઇ કોરડીયા રહે, બંને વેણાસર વાળાની ધરપકડ કરેલ છે




Latest News