મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરવામાં આવ્યું
મોરબીની વિશ્વા ત્રિપાઠીએ ગોવામાં યોજાયેલ ઈન્ડિયા લેવલની કોમ્પિટિશનમાં કાંઠું કાઢ્યું
SHARE









મોરબીની વિશ્વા ત્રિપાઠીએ ગોવામાં યોજાયેલ ઈન્ડિયા લેવલની કોમ્પિટિશનમાં કાંઠું કાઢ્યું
મોરબી શહેરના માધાપર વિસ્તારમાં રહેતા મધ્યમ પરિવારની દીકરીએ દેશ લેવલે નામના મેળવી છે મોરબીમાં રહેતા રમેશભાઈ રઘુનાથપ્રસાદ ત્રિપાઠી અને સીમાબેન રમેશભાઈ ત્રિપાઠીની દીકરી અને હીવાંશના બહેન વિશ્વા રમેશભાઈ ત્રિપાઠી કે જે હાલમાં બી.એસ.સી. ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે અને ગુજકેટની પરીક્ષામાં ૯૪ ટકા મેળવેલ છે તેમજ મેડીકલ નીટની પરીક્ષા આપેલ છે જેનું રિઝલ્ટ જાહેર થવાનું બાકી છે તેણે અત્યાર સુધીમાં ડાન્સ હરીફાઈમાં અનેક શિલ્ડ મેળવેલ છે. તેવામાં થોડા સમય પહેલા જામનગરમાં સનરાઈઝ યૂથ મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેશન એન્ડ ફેન્સી કોમ્પિટિશન પ્રી-ફિનાલે વિશ્વા રમેશભાઈ ત્રિપાઠી મિસ ગુજરાત બની હતી તેમજ ગોવામાં યોજાયેલ ફેશન એન્ડ ફેન્સી કોમ્પિટિશનના ફિનાલેમાં મિસ ઇન્ડિયા રનર અપ બની ગુજરાત તેમજ મોરબીનું નામ રોશન કરેલ છે આ ઈન્ડિયા લેવલની કોમ્પિટિશનમાં ૨૫ પ્રતિસ્પર્ધીઓ હતા જેમાંથી તે મિસ ઈન્ડિયા રનરઅપ બનેલ છે
