મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

વાંકાનેર સીટી-તાલુકા વિસ્તારમાં ફટાકડા ન હંગામી સંગ્રહ કે વેચાણ કરવા ઈચ્છતા અરજદારોએ વાંકાનેર પ્રાંત કચેરીએ અરજી કરવી


SHARE













વાંકાનેર સીટી-તાલુકા વિસ્તારમાં ફટાકડા ન હંગામી સંગ્રહ કે વેચાણ કરવા ઈચ્છતા અરજદારોએ વાંકાનેર પ્રાંત કચેરીએ અરજી કરવી

દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણ પરવાનો મેળવવા માંગતા વાંકાનેર સીટી વાંકાનેર તાલુકાના અરજદાર હોય તા. ૧/૧૦/૨૦૨૪ સુધીમાં નિયત નમૂનામાં અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, તાલુકા સેવા સદન, વાંકાનેર ખાતે ત્રણ નકલમાં રજૂ કરવાની રહેશે.

આ ફોર્મમાં સંપૂર્ણ વિગતો સાથે અરજી ફોર્મ ઉપર રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી રૂ. ૭૦૦નું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લાયસન્સ ફી પેટે જમા કરાવી તેનું અસર ચલણ સામેલ રાખવાનું રહેશે. સૂચિત સ્થળનો એપ્રુવડ નકશો કે જેમાં સ્થળની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજ, હોસ્પિટલ, સળગી ઊઠે તેવા પદાર્થોનો ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઇમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે. આ સાથે પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ આઈડી પ્રૂફ જેમ કે, આધાર કાર્ડ/ ચૂંટણી કાર્ડ /ડ્રાઇવિંગ લાઇસન્સ /રેશનકાર્ડની નકલ તથા તાજેતરના પાસપોર્ટ સાઇઝના ૨(બે) ફોટા જોડવાના રહેશે. માંગણી વાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા /અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા પાવતી તેમજ માલિક દ્વારા જે-તે જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ/સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતું રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિડ કરાવવાનું રહેશે. નગરપાલિકા /ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર (NOC), ફાયર સેફટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થા પાસે કોઈ પણ પ્રકારની સરકારી વસૂલાત બાકી ન હોવા બાબતનું પ્રમાણપત્ર તથા ગત વર્ષે હંગામી ફટાકડા વેચાણ સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સપ્રમાણિત કરેલ નકલ જોડવાની રહેશે. અને તા. ૧ ઓક્ટોબર બાદ મળેલ અરજીઓ તથા અધુરી વિગત વાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા વાંકાનેર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.એમ. ગઢવીની યાદીમાં જણાવ્યું છે.






Latest News