મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે


SHARE









મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ બોલેરો ગાડીને રોકીને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 15 ઘેટા બકરા મળી આવ્યા હતા અને વાહનમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વગર તેને લઈ જવામાં આવતા હોય હાલમાં ગૌરક્ષક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે બોલેરો ગાડી સાથે બે શખ્સને પકડીને 5.45 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને અંજારના શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ વેરાઈ શેરી ખાતે રહેતા ધવલભાઇ કિશોરભાઈ વાગડીયા (28) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાહુલભાઈ વાલજીભાઈ વાઘેલા (24) અને વાલજીભાઈ સવજીભાઈ વાઘેલા (55) રહે. બંને શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરામાં મોરબી તથા હુસેનશા કાસમશા શેખ રહે.અંજાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે,  મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે રવિરાજ ચોકડી નજીકથી બોલેરો ગાડી નંબર જીજે 13 એએક્સ 7823 લઈને આરોપીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તે વાહનને પોલીસની મદદથી ગૌરક્ષકોએ રોકાવીને ચેક કયું હતું ત્યારે તેમાં 2 ઘેટા અને 13 બકરા આમ કુલ મળીને 15 અબોલજીવ મળી આવ્યા હતા અને વાહનમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર બોલેરો ગાડીમાં અબોલજીવને લઈ જવામાં આવતા હતા જેથી અબોલજીવને ગૌરક્ષકોએ બચાવી લીધા હતા અને પોલીસે બોલેરો ગાડી સહિત કુલ મળીને 5,45,000  નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોને પકડીને તેની સામે કાર્યવાહી કરી હતી અને અંજારના શખ્સને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે

જુગાર રમતા બે પકડાયા
વાંકાનેરમાં આવેલ ગોકુલનગર સદગુરુ આશ્રમ વાળી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રવિભાઈ ઉર્ફે કાનો વિજયભાઈ કારીયા (31) રહે. ગોકુલનગર વાંકાનેર અને જગદીશભાઈ દિલીપભાઈ બાવળીયા (26) રહે. જીનપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ 1060 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News