મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા


SHARE









મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા

મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના વર્ગ 2 અધિકારી દ્વારા કોન્ટ્રાકટર પાસેથી એક લાખની લાંચ માંગવામાં આવી હતી જે પૈકીનાં 50 હજાર રૂપિયા સ્વીકારતા મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક રાજકોટના હોસ્પિટલ ચોક નજીકથી રંગે હાથે એસીબીના છટકામાં પકડાયા હતા અને આ અધિકારી કોન્ટ્રાકટરને મત્સ્યોદ્યોગ વિભાગમાં ત્રણ ટેન્ડર લાગ્યા હતા તેનો વર્ક ઓર્ડર આપવા માટે અને ચાર ટેન્ડરો રિઝેક્ટ થયા હતા તેના ડિમાન્ડ ડ્રાફ્ટ પાછા આપવા માટે લાંચ માંગી હતી તેવી માહિતી એસીબીના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

મોરબી મત્સ્યોદ્યોગમાં ફરીયાદીને કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર ભરેલ હતા જેમાંથી 3 ટેન્ડર મંજૂર થયા હતા અને 4 ટેન્ડર રિજેક્ટ થયા હતા.જેથી મત્સ્યૌધોગ વિભાગના અઘિક્ષક ખોડાભાઇ વલ્લભભાઇ રામાણીએ કોન્ટ્રાકટર પાસેથી ત્રણ ટેન્ડરોના વર્ક ઓર્ડર આપવા માટે અને રિજેક્ટ થયેલા ચાર ટેન્ડરોના ડીમાન્ડ ડાફ્રટ પાછા આપવા માટે એક લાખની લાંચ માંગી હતી જો કે, રકઝકના અંતે 50 હજાર આપવાનું નક્કી થયું હતું જો કે, કોન્ટ્રાકટર લાંચ આપવા માંગતા ન હતા જેથી તેને એસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારે બાદ ભાવનગર એસીબીની ટીમે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકા ગોઠવ્યું હતું અને રાજકોટમાં હોસ્પીટલ ચોકથી આગળ કસ્તુરબા રોડ એસ.બી.આઇ બેંક નજીક લાંચ આપવાનું નક્કી થયું હતું અને ત્યાં ફરિયાદી વાતચીત કરીને લાંચના 50 હાજર અધિકારીને આપતાની સાથે જ ટ્રેપીંગ અધિકારી પીઆઇ આઇ.જે.ગીડા અને તેની ટિમ દ્વારા મોરબી મત્સ્યૌધોગ વિભાગના અઘિક્ષક ખોડાભાઇ વલ્લભભાઇ રામાણી રહે. મન મંદિર સોસાયટી બસ સ્ટેન્ડ પાછળ,વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News