મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર કેક મૂકીને તલવાર વડે કટીંગ કરનારા જીઆરડી જવાન સહિત બે ની ધરપકડ


SHARE









મોરબી નજીક સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર કેક મૂકીને તલવાર વડે કટીંગ કરનારા જીઆરડી જવાન સહિત બે ની ધરપકડ

મોરબી તાલુકામાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કારના બોનેટ ઉપર કેક રાખીને તેનું તલવાર વડે કટીંગ કરવામાં આવતું હોય અને અતિશબાજી થતી હોય તેવું જોવા મળતું હતું જે સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીઆરડીના જવાનની સામે કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો અને પોલીસે આ ગુનામાં જીઆરડીના જવાન સહિત કુલ બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર એક સાથે સાતથી આઠ જેટલી કેક મૂકવામાં આવી હતી અને તલવાર વડે તે કેકનું કટીંગ કરવામાં આવતું હોય, અતિશબાજી ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો આ વીડિયોની અંદર જોવા મળી રહ્યા હતા અને વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને વિડિયોમાં જીઆરડી જવાન હરેશ સોલંકી હોવાનુ સામે આવ્યું હતું.

જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીઆરડીના જવાન હરેશભાઈ પોપટભાઈ સોલંકી રહે. ઊંચી માંડલ તાલુકો મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી હરેશભાઈ પોપટભાઈ સોલંકી (31) અને નિકુંજ જીલુંભાઈ સોલંકી (20) રહે. બંને ઊંચી માંડલ તાલુકો મોરબી વાળાની પીએસઆઈ એ.બી. મિશ્રા અને તેની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, ગત તા. 20/9/ 2024 ના રાતના 9:00 વાગ્યાના અરસામાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ નજીક શ્રીહરિ કોમ્પલેક્ષ પાસે જાહેર જગ્યામાં કાળા કલરની સ્કોર્પિયો ગાડીના બોનેટ ઉપર હરેશ નામ લખેલી સાતથી આઠ જેટલી કેક રાખવામાં આવી હતી અને તે કેકને તલવાર વડે કટીંગ કરવામાં આવ્યું હતું જે વિડીયો સોશિયલ મીડિયામાં ઇન્સટગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે.




Latest News