મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ગામડાઓની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા જાગૃતિ બાબતે ક્વિઝ સ્પર્ધા યોજાઈ


SHARE









વાંકાનેરના ગામડાઓની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા જાગૃતિ બાબતે ક્વિઝ સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વધુને વધુ લોકોને સાંકળી નિયમિત અલગ અલગ આયોજનો કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ મુખ્યત્વે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળામાં રહેલું બાળક આ વિવિધ બાબતો સમજે તો નાનપણથી જ એક જાગૃત અને સમજદાર નાગરિક બને છે ઉપરાંત તે જાગૃત બની પરિવારને પણ જાગૃત બનાવે છે. જેથી મોરબીમાં વાંકાનેર તાલુકાના ગારેડા મહીકા કોઠી જોધપર ગારીયા અને લિંબાળા સહિતના ગામોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સ્વચ્છતા અંગે જાગૃતિ ની થીમ સાથે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વ્યાપી સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે આયોજિત ક્વિઝ સ્પર્ધામાં વિજેતા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા દ્યાર્થીઓને સ્વચ્છાગ્રહી બનવા તથા અન્યને પણ સ્વચ્છતા નું મહત્વ સમજાવવા જાગૃત કરવામાં આવ્યા હતા.




Latest News