હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં
SHARE
હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં
હળવદમાં આવેલ આસ્થા સ્પિંટેક્સ નામના જીનીંગમાં રાત્રિના સમયે કોઈપણ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને આ બનાવની તાત્કાલિક હળવદ અને મોરબીના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટીમો ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કરવામાં આવેલ હતો અને આગને કાબુમાં લેવામાં આવેલ છે જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં મશીનરી અને માલમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
હળવદમાં આવેલ આસ્થા સ્પિંટેક્સ નામના જિનિંગના કારખાનામાં રાત્રિના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને કપાસનો જથ્થો તથા મશીનરી આગની ઝપેટમાં આવી ગયા હોવાથી આ બનાવની તાત્કાલિક હળવદના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા હળવદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ કારખાનામાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું જેથી મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરવામાં આવી હતી અને જેથી મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ હળવદ અને મોરબીના ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણી મારો ચલાવવામાં આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ કારખાનામાં લાગેલી આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં માલ અને મશીનરીમાં મોટું નુકશાન થયું છે અને આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી તેવી માહિતી હળવદ ફાયર વિભાગના કર્મચારી રોહિતભાઈ મહેતા પાસેથી જાણવા મળી છે અને વધુમાં તેઓના કહેવા મુજબ કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. જોકે, આગ લાગવાથી કેટલું નુકસાન થયું છે તે હાલમાં કહી શકાય તેમ નથી. આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે









