મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારી પાસે વેપારી-ગ્રાહક વચ્ચે બોલાચાલી બાદ સામસામે મારામારી થઈ હતી જેમાં ત્રણ લોકોને ઈજાઓ થયેલ હતી. જાંબુડીયા ગામનો યુવાન મન્ચુરીયનની લારીએ નાસ્તો લેવા ગયેલ ત્યારે મોડી સાંજ થઈ ગયેલ હોય માલ પુરો થઈ ગયો હોય દુકાનદારના માણસે વસ્તુ નથી તેમ કહેલ જેથી બોલાચાલી થયેલ હતી. બાદ યુવાનના માતા પિતા ત્યાં વાતચીત કરવા જતા ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી.આ મારામારીમાં દિનેશપરી હેમંતપરી ગૌસ્વામી (55) રમાબેન દિનેશપરી ગૌસ્વામી (45) રહે. બંને જાંબુડીયા અને સામા પક્ષેથી આદિત્ય લલીતભાઈ ઓડ (18) હાલ રહે. મહેન્દ્રનગરને ઈજા થયેલ હોય ત્રણેયને સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.

મારામારી
 લખધીરપુર રોડ સોટીસો ચોકડી પાસેના એટોમ સિરામીક લેબર કવાર્ટરમાં રહી મજુરી કરતા ઝરીનાબેન માલાભાઈ રાજનાથને પતિએ માર મારતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. જયારે માળીયા હાઈવે ઉપરના ભરતનગર- લક્ષ્મીનગર ગામની વચ્ચે અજાણ્યા માણસોએ માર મારતા ઈજા પામેલા સુનિલ દ્રાવિકભાઈ રાઉત (45) હાલ રહે. લક્ષ્મીનગરને સારવારમાં સિવિલે ખસેડાયા હતા. તેમજ ઝીકીયારી ગામે રહેતા અજય હિરાભાઈ ગોહિલ નામના 26 વર્ષના યુવાનને રાત્રે ઘર પાસે સાપ કરડી જતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

દવા પી લેતા

વાંકાનેરના અરણીટીંબા ગામે રહેતા રતનબેન અજુભાઈ મધુભાઈ વાઘેલાએ અગમ્ય કારણોસર દવા પી લેતા તેઓને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ ટંકારાના હડમતીયા ગામે રહેતા સંજય દલાભાઈ ચાવડા (38)એ ગામની સ્કુલ પાસે કોઈ કારણસર દવા પી લેતા તેને પણ સારવાર માટે મોરબી ખસેડાયો છે.

 હળવદના ઈશ્ર્વરનગર ગામે વાડી વિસ્તારમાં રહેતા પુષ્પાબેન પ્રતાપભાઈ ભુરીયા (30)એ અકળ કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા બાદ વધુ સારવાર અર્થે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે માળીયા (મીં)ના મેઘપર ગામે ગામની શાળા પાસે કોઈ જીવજંતુ કરડી જતા સરદારભાઈ પ્રતાપભાઈ ધાનુ (22) રહે. મેઘપરને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

 ટંકારા ખાતે રહેતા રમેશભાઈ ડુંગરભાઈ ડોબરીયા નામનો 45 વર્ષનો યુવાન ટંકારા છાપરી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે અજાણ્યા ઈકો કારના ચાલકે તેમને હડફેટે લેતા અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા. તેમજ સો ઓરડી પાછળની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા અનિતાબેન રમેશભાઈ રાઠોડ (33)ને અજાણ્યું જીવજંતુ કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News