મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી
સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા
SHARE
સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આયોજિત યુથ ફેસ્ટીવલમાં GMERS મેડિકલ કોલેજ મોરબીનું પ્રતિનિધિત્વ કરતા વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ 'વિશ્વગુરુ ભારતના નિર્માણમાં ગુજરાતનો ફાળો' વિષય પર બોલતા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી 60 થી વધુ કોલેજના કોલેજ કક્ષાએ પ્રથમ આવેલા વિધાર્થીઓ વચ્ચેની સ્પર્ધામાં વિસ્મય પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. હવે તે આંતર યુનિવર્સિટી કક્ષાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. વિસ્મય અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા આયોજિત બાળ પ્રતિભા, કલામહાકુંભ તથા યુવા ઉત્સવની વકતૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ વિજેતા થઈ ચૂક્યો છે.