મોરબીના લખધીરપુર રોડે કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત
SHARE









મોરબીના લખધીરપુર રોડે કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ બંધ કારખાનાની ઓરડીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે તેમને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાન ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ડિસન્ટ સિરામિક કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અનીલરાવ દાદારાવ ગજભી (ઉંમર ૩૫) રહે, મૂળ નાગપુર હાલ રહે ડિસન્ટ સિરામિક લેબર વાળાએ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરે છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ યુવાને પરિવારિક કારણોસર આપઘાત કર્યો હોય તેવું હાલમાં તેમના નજીકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે
