માળિયા(મી) નજીકથી ચરસ આરોપીઓને આપનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો: ત્રીજી સુધી રિમાન્ડ
મોરબીમાં માતાએ દિવાળીએ સફાઈકામનું કહેતા ચોથા માળેથી ઝંપલાવતા યુવતીને રાજકોટ ખસેડાઇ
SHARE









મોરબીમાં માતાએ દિવાળીએ સફાઈકામનું કહેતા ચોથા માળેથી ઝંપલાવતા યુવતીને રાજકોટ ખસેડાઇ
મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતાં યુવતીને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હોવાનું જાણવા છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિવાળી સંદર્ભે તેણીની માતાએ કામ બાબતે કહેતા તે બાબતે મીઠુ લાગી આવતાં યુવતીએ ઉપરોક્ત પગલું ભર્યું હતું..!
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામે રવાપર રેસીડેન્સીની સામે આવેલ શિવ એપાર્ટમેન્ટમાં રહેતી ભગવતીબેન દલસુખભાઈ બરાસરા નામની અઢાર વર્ષીય પટેલ યુવતીએ તેના એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધુ હતું.જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેણીને ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઇ હતી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એસ. મેસવાણીયાએ તપાસ કરતાં કહ્યું હતું કે ભગવતીબેનની માતાએ તેણીને દિવાળીનું સફાઇ કામ કરવાનું કહ્યું હતું જે બાબતે મનોમન લાગી આવતા ચોથા માળેથી નિચે ઝંપલાવી દેતા ભગવતીબેનને સારવારમાં મોરબી બાદ રાજકોટ લઇ જવાઇ હતી તેણીને ફ્રેકચર જેવી ઇજા થવા પામેલ છે.
યુવાન રાજકોટ ખસેડાયો
ટંકારા તાલુકાના સજનપર ગામનો રહેવાસી પૃથ્વી દેવરાજભાઈ જાદવ નામના ૨૦ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અહીં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોએ જણાવેલ છે અને આગળની તપાસ અર્થે ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે ઘુંટું રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જુસબ નુરદ્દીનભાઈ કજેરીયા નામના ૨૫ વર્ષીય યુવાન કિશોર દેવજીભાઈ રાઠોડ નામના ૫૦ વર્ષિય આધેડને ઇજાઓ થતાં બંનેને સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ હાથ ધરી છે.
