વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના માળિયા ફાટકેથી ચોરાઉ રીક્ષા સાથે ઝડપાયેલા શખ્સની અટકાયત


SHARE

















મોરબીના માળિયા ફાટકેથી ચોરાઉ રીક્ષા સાથે ઝડપાયેલા શખ્સની અટકાયત

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતો ત્યારે શંકાસ્પદ રીક્ષા નજરે પડતાં તેને અટકાવીને ચાલક પાસે રિક્ષાના આધાર પુરાવા માગ્યા હતા જોકે ચાલક પાસે રિક્ષા અંગેના કોઇ આધાર પુરાવાઓ ન હોય અને ગલ્લાં તલ્લાં કરવા લાગતાં તેને પોલીસ સ્ટેશને લાવીને ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેથી કરીને ઉપરોક્ત રીક્ષા ચોરી કરી હોવાનું હાલ ખુલ્યું હોય પકડાયેલા શખ્સની અટકાયત કરીને આગળની તપાસ શરૂ કરવા આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હેડ કોન્સ્ટેબલ ડી.એચ.બાવળીયા, કીર્તિસિંહ સહિતનો સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતો ત્યારે શહેરના સામાકાંઠે માળીયા ફાટક પાસે શંકાસ્પદ સીએનજી ઓટો રીક્ષા નંબર જીજે ૧૩ એવી ૭૫૭૩ (વર્ષ ૨૦૧૮) કિંમત રૂા.૮૦,૦૦૦ ને અટકાવીને તેની સાથે મળી આવેલા મિનપ્રસાદ વસંતપ્રસાદ ભુષાલ જાતે બ્રાહ્મણ (ઉ.વ.૧૯) હાલ રહે.મોરબી વીસીપરા ચાર ગોડાઉન પાસે ગુલાબનગર મૂળ રહે.નેપાળવાળાની પાસે રિક્ષાના કાગળ માંગ્યા હતા.જોકે રીક્ષાચાલક પાસેથી આ અંગેના કોઇ આધાર પુરાવાઓ કે કાગળ ન હોય હાલ શંકપડકી મિલ્કત તરીકે રીક્ષાને જપ્ત કરીને રીક્ષા સાથે મળી આવેલા મિનપ્રસાદ વસંતપ્રકાશ ભૂષલની અટકાયત કરીને બી ડિવિઝન પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારી-વાહન અકસ્માતમાં ઇજા

મોરબીમાં સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ હરિભાઈ ચાવડા (૫૨) નામના આધેડને તેમના ઘર પાસે કોઈ બાબતે થયેલા ઝઘડા બાદની મારામારીમાં ઇજાઓ થતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના લાતી પ્લોટ નજીક આવેલ ઘનશ્યામ બિલ્ડીંગની પાસે રહેતા ભીખુભાઇ સીદીભાઇ બારોટ નામના ૬૪ વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને જતા હતા ત્યારે સાવસર પ્લોટ વિસ્તારમાં ખુટીયાએ તેમને સાયકલ સહિત હડફેટે લેતાં ઈજાગ્રસ્ત થયેલા ભીખુભાઈ બારોટને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામે વરમોરા સિરામીત પાસેના ફ્રીડમ સીરામીકમાં રહેતા રવિન્દ્રભાઈ રમણભાઈ પટેલીયા નામનો ૧૮ વર્ષીય યુવાન સાયકલમાં જતો હતો ત્યારે તેને વાહન અકસ્માતમાં ઇજા થતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.




Latest News