મોરબીના માળિયા ફાટકેથી ચોરાઉ રીક્ષા સાથે ઝડપાયેલા શખ્સની અટકાયત
મોરબીના બેલા ગામે કારખાનામાં કામ કરતાં મશીનમાં આવી જતાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો
SHARE









મોરબીના બેલા ગામે કારખાનામાં કામ કરતાં મશીનમાં આવી જતાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામે કારખાનામાં મશીન ઉપર કામ કરતા સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબી બાદ વધુ ઈજા હોવાના કારણે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામે આવેલ મારૂતિ પ્રિન્ટ પેક નામના કારખાનામાં મશીન ઉપર કામ કરતા સમયે અકસ્માતે ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી રણજીતભાઈ રાજનભાઈ નામના ૨૦ વર્ષીય યુવાનને પ્રાથમિક સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હતો.જોકે રણજિતભાઈને ગંભીર પ્રકારની ઈજાઓ હોય અહીંની ક્રિષ્ના હોસ્પીટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હોવાનું હાલ જાણવા મળે છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા બેચરભાઈ ગોકળભાઈ ચૌહાણ નામના ૭૦ વર્ષિય આધેડ હરિકૃષ્ણધામ ગયા હતા અને હરિકૃષ્ણધામેથી તેઓ પરત ઘરે જતા હતા ત્યારે મંદિરથી બહાર નીકળતા રોડ ઉપર પગપાળા જતાં સમયે કોઇ અજાણ્યા બાઇક ચાલકે બેચરભાઈને હડફેટે લેતા બેચરભાઇને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાઈન્સનગર વિસ્તારમાં રહેતો વિરલ ભોગીલાલ કંસારા નામનો ૩૮ વર્ષીય યુવાન બાઇક લઇને ધાંગધ્રા ગયો હતો અને ધાંગધ્રાથી પરત મોરબી આવતો હતો ત્યારે રામપુરા ગામની ચોકડી પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા વિરલ કંસારાને પણ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
