મોરબીના બેલા ગામે કારખાનામાં કામ કરતાં મશીનમાં આવી જતાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો
મોરબીના ખેવાળીયાના સરપંચ પ્રફુલભાઈ હોથીએ મોરને નવજીવન આપ્યુ
SHARE









મોરબીના ખેવાળીયાના સરપંચ પ્રફુલભાઈ હોથીએ મોરને નવજીવન આપ્યુ
મોરબી તાલુકાના ખેવાળીયા ગામના સેવાભાવી સરપંચ પ્રફુલભાઈ હોથી તથા સુરેશભાઈ એમ.શેરસીયા દ્વારા ઇજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરને તાત્કાલિક વન વિભાગ મોરબીના અધીકારીઓનો સંપર્ક કરીને વન વિભાગને સોંપી મોરને નવજીવન આપ્યુ હતુ.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવતા ખેવાળીયા ગામે કુતરાઓ દ્વારા મોરને ઇજા પહોંચાડવામાં આવી હતી જેથી કરીને મોર એક વાડામાં છેલ્લા બે-ત્રણ દિવસથી બેઠો રહેતો હતો જે અંગે ગ્રામજનો તરફથી જાણ થતાં ગામના સરપંચ પ્રફુલભાઈ હોથી દ્વારા આ અંગે ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરાયો હતો અને ફોરેસ્ટ વિભાગે જણાવતા તાત્કાલીક મોરની સારવાર થઇ શકે તે માટે સરપંચ દ્વારા મોરને અન્ય ગ્રામજનોની મદદથી પકડવામાં આવ્યો હતો.મોરને પકડીને ફોરેસ્ટ વિભાગની ઓફિસ કેજે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ રોટરીનગર પાસે આવેલ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં મોરની સારવાર સહિતની આગળની વિધિ કરવામાં આવી હતી.
