માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા ફિટ ઇન્ડિયા કેમ્પેઈન હેઠળ ટ્રેકિંગ કમ પ્રાકૃતિક શિબિરનું આયોજન


SHARE

















મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા ફિટ ઇન્ડિયા કેમ્પેઈન હેઠળ ટ્રેકિંગ કમ પ્રાકૃતિક શિબિરનું આયોજન

દેશના વડાપ્રધાન દ્રારા ફિટ ઇન્ડિયા કેમ્પેઈન ચલાવવા દેશવાસીઓને હાકલ કરી છે તે અંતર્ગત મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા પોલો ફોરેસ્ટ ખાતે ટ્રેકિંગ કમ પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 નો ઉદ્દેશ લોકોને આરોગ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.જે અંતર્ગત રોજિંદા જીવનની ભાગદોડ અને આજે પ્રવર્તી રહેલી સ્થૂળતા, આળસ, તણાવ, ચિંતા, રોગો વગેરેથી લોકોને છુટકારો મળે તે માટે સરકારે ફીટ ઇન્ડિયાનું સુત્ર આપેલ છે. આ અભિયાન દ્વારા “ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોજ” નાગરિકોને તેમના જીવનમાં દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટની શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આ બાબતને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઇન્ડિયા કેમ્પઇન હેઠળ આ કાર્યક્રમો કોવિડના પ્રોટોકોલને અનુસરીને સમગ્ર દેશમાં શારીરિક અને વર્ચ્યુઅલ બંને રીતે હાથ ધરવામાં આવી રહ્યા છે.જે અનુસંધાને મોરબીના જાણીતા નવયુગ સંકુલ (વિરપર) ના કોમર્સના વિદ્યાર્થીઓની સરકારની ગાઈડલાઈન મુજબ પોલો જંગલ ખાતે ટ્રેકિંગ કમ પ્રાકૃતિક દ્વિ-દિવસીય શિબિરનું તા.૨૯ થી તા.૩૧ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળાના ધો.૧૧ કોમર્સના બાળકો અને શિક્ષક મિત્રોએ ભાગ લીધેલ.ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંચાલક પી.ડી.કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News