મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા પાસે થાંભલા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા આધેડ સારવારમાં


SHARE









મોરબીના થોરાળા પાસે થાંભલા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા આધેડ સારવારમાં

મોરબી તાલુકાના થોરાળા ગામ પાસેથી આધેડ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક થાંભલા સાથે અથડાયું હતું જેથી કરીને આધેડને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકો પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા કુરબાનખાન મૂલીયાભાઈ રાઠવા (50) નામના આધેડે બાઈક લઈને મોરબી તાલુકાના થોરાળા ગામની ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક રોડ સાઈડમાં આવેલા થાંભલા સાથે અથડાયું હતું જેથી કરીને ઇજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધુતારી પાસે રહેતા પ્રવીણભાઈ અગેચાણીયા (32) નામનો યુવાન બાઇક લઈને ધરમપુર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે શક્તિ પેકેજીંગ સામે અન્ય બાઇક સાથે તેનું બાઈક અથડાયું હતુ અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા માનુભાઇ વાલીયાભાઈ (32) નામના યુવાને સીમ વિસ્તારમાં કામગીરી કરતો હતો ત્યારે સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News