મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં પત્નીના પ્રેમીની તેના જ ઘરમાં નિર્મમ હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ


SHARE









હળવદમાં પત્નીના પ્રેમીની તેના જ ઘરમાં નિર્મમ હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ

હળવદના પંચમુખી ઢોર વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે ફળિયાના ખાટલામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી. અને તે બનાવમાં મૃતક યુવાનના પિતાએ તેના જ ઘર પાસે રહેતા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પત્નીના પ્રેમીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદનાં પંચમુખી ઢોરા વિસ્તારનામાં રહેતો કાળુભાઇ ધીરૂભાઇ ઝીંઝુવાડીયા (65)એ હાલમાં ભરતભાઇ બાબુભાઇ દેવીપુજક રહે. લીયા તાલુકો મુળી જીલ્લો સુરેન્દ્રનગર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, ફરિયાદીનો દીકરો સુખદેવભાઈ ઉફે સુખો કાળુભાઈ ઝિઝુવાડીયા (33) રવિવાર રાત્રીના સમયે તેના ઘરના ફળિયામાં ખાટલામાં સૂતો હતો ત્યારે તેના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી ભરતભાઇ બાબુભાઇ દેવીપુજક રહે. મૂળ લીયા ગામ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ બનાવની પોલીસ પાસેથી વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક યુવાનને આરોપીની પત્ની સાથે પ્રેમ સબંધ હતો અને તેની જાણ આરોપીને થઈ ગયેલ હતી જેથી કરીને તે વાતનું મનદુખ રાખીને આરોપીએ યુવાન તેના ઘરના ફળિયામાં સૂતો હતો ત્યારે નિદ્રાધીન અવસ્થામાં જ તેના ઉપર હુમલો કર્યો હતો અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી હાલમાં હત્યાના આ ગુનામાં પોલીસે આરોપીને પકડીને તેના રિમાન્ડ લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે.




Latest News