હળવદમાં ખેડૂતના આપઘાતના બનાવમાં ત્રણ વ્યાજખોરો સામે નોંધાયો ગુનો
હળવદમાં ઘરમાં રાશન કે રૂપિયા ન હોવાની મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE







હળવદમાં ઘરમાં રાશન કે રૂપિયા ન હોવાની મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
હળવદ શહેરમાં સતનામ કોમ્પલેક્ષની સામે રહેતા પરિવારના ઘરમાં દિવાળીના પર્વ ઉપર ગહરમાં રાસન કે રૂપિયા ન હોવાથી આર્થિક મૂંઝવણના કારણે મહિલાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ સતનામ કોમ્પલેસની સામેના ભાગમાં રહેતા સંગીતાબેન અશોકભાઈ મિયાત્રા જાતે રાવળદેવ (ઉમર ૪૩)એ પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની તેના દીકરા માનવભાઈ અશોકભાઈ મીયાત્રાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક મહિલાના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મૃતક મહિલાના દીકરા માનવે પોલીસને જણાવ્યું છે કે તેઓના પિતા અશોકભાઈ હેમુભાઈ મિયાત્રા છેલ્લા ૧૦-૧૨ વર્ષથી પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયેલ છે અને છેલ્લા ચાર-પાંચ દિવસથી ઘરમાં રાશન કે રૂપિયા ન હોવાથી આર્થિક મૂંઝવણને કારણે તેઓની માતાએ પોતાના ઘરની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે હાલમાં હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
એક બોટલ દારૂ
મોરબી માળિયા ફાટક ચોકડી પાસેથી પસાર થતી કાર નંબર જીજે ૩ ઇસી ૨૯૧૨ ને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી ડ્રાઈવર સીટ નીચેના ભાગમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતનો દારૂ અને ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩,૦૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે મયુર લક્ષ્મણભાઈ ચાપાણી જાતે પટેલ (ઉમર ૩૭) રહે. શ્રીકુંજ-૨ સનાળા રોડ જીઆઇડીસી પાછળ અને અશ્વિન વેલજીભાઇ પટેલ (ઉંમર ૪૦) રહે. કન્યા છાત્રાલય રોડ અનિલ પાર્ક સોસાયટી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
