મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે


SHARE







મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે

મોરબીમાં રિજલ્ટના રાજ તરીકે જાણીતી શિક્ષણ સંસથા એટ્લે કે નવયુગ સંકુલ અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને ૨૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સિલ્વર જ્યુબીલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

નવયુગ સંકુલ ખાતે આગામી તા 27 ના રોજ સાંજે 4:30 થી 8:30 સુધી નવયુગ સંકુલ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન બાની વાડી પાછળ, મોરબી રાજકોટ હાઈવે ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ ઉજવણીમાં સામેલ થવા માટે વિદ્યાર્થીઓ બહારગામના હોય અને આગલા દિવસે આવી જવાના હોય તો રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બહેનો હોય તો નર્સિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહી શકે છે અને ભાઈઓ હોય તો નવયુગ સંકુલમાં બોયઝની હોસ્ટેલમાં રહી શકે છે. અને આ તકે પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવશે

સાથો સાથ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ સ્ટાફ મિત્રોમાંથી કોઈએ અનેરી સીધી પ્રાપ્ત કરેલ હોય તેમનું આ તકે તે દિવસે સન્માનિત કરવામાં આવશે કેવા લોકોને સન્માનિત કરવામાં આવશે. તેમની યાદી આપ સમક્ષ જણાવવી આપું જેમકે MD હોય અને પોતાની હોસ્પિટલ હોય, class 1 ઓફિસર હોય સામાજિક, રાષ્ટ્રીય, રાજકીય કે ધાર્મિક ક્ષેત્રે ઉચ્ચ પદ પ્રાપ્ત કરેલ હોય તેમને આ દિવસે સન્માનિત કરવામાં આવશે. અને આ સંસથાના કોઈ વિદ્યાથી કે શિક્ષકે કોઈ પદ કે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમનું નામ, મોબાઈલ નંબર સહિતની માહિતી મોબાઈલ નંબર 95748 72583  ઉપર આપવા સંસ્થાએ જણાવ્યુ છે.






Latest News