મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન


SHARE











મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન

મોરબીના શક્ત શનાળા ગામે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ઘણા વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજના રાજકીય અને સામાજિક આવેગનો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ તકે ક્ષત્રિય સમાજના જુદાજુદા કાર્યક્રમોમાં માતબર દાન આપતા દાતાઓની સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ઘણા વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ તા. 17 ને ગુરુવારના રોજ હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે હવન-યજ્ઞાદિ 8:00 વાગ્યે શરૂ કરવામાં આવ્યો હતો અને તેની પૂર્ણાહુતિ 12:30 વાગ્યે કરવામાં આવી હતી આ તકે સન્માન સમારોહ પણ યોજાયો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડો. રુદ્રસિંહ જનકસિંહ ઝાલા હાજર રહ્યા હતા. તે ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા સહિતના સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તેમજ શનાળાના શક્તિ માતાજીનાં મંદિરના મહંત સહિતના હાજર રહ્યા હતા આ તકે જયદીપ કંપની ગ્રૂપના જયુભા જાડેજા તેમજ દેવ સોલ્ટ ગ્રૂપના જયરાજસિંહનું ઝાલા પરિવાર વતી આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રઘુવીરસિંહ કેઝાલા અને તેની ટિમ તથા નિરુભા ઝાલા અને મહેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. 






Latest News