મોરબીમાંથી મુળ મધ્યપ્રદેશના પરિવારની સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો
SHARE
મોરબીમાંથી મુળ મધ્યપ્રદેશના પરિવારની સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો
મોરબીમાં રહીને મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના પરિવારની સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ફરીયાદ નોંધાવા પામેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં પરપ્રાંતિય પરિવારની સગીર વયની દીકરીનું મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના માછલીયાઘાટનો રહેવાસી અકલાભાઈ કાળીયાભાઈ ઉર્ફે કાળુભાઈ મસા નામનો ઇસમ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોય ભોગ બનેલ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા હાલમાં અપહરણ અને પોકસો એકટની કલમો હેઠળ અકલાભાઇ મસા વિરુધ્ધ ગુનો નોંધાવા પામેલ છે.જેની તપાસ તાલુકા પીઆઇ ગોઢાણિયા ચલાવી રહ્યા છે.
અકસ્માત
મોરબીના રાજકોટ હાઇલે ઉપર લજાઇ ગામની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી રાજકોટના રહેવાસી મોહસીન અશરફભાઈ નારેજા નામના ૨૦ વર્ષીય યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.