મોરબીમાં 17.96 કરોડની ટેક્સ રિકવરી માટે રવાપર ગામે આઇટી વિભાગ દ્વારા ફલેટને ટાંચમાં લેવાયો: હરરાજી માટેની તૈયારી ટંકારા નજીક ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા દાઝી ગયેલી મહિલાનું મોત મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા
Breaking news
Morbi Today

માળિયા (મી)માં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો મારમાર્યો


SHARE











માળિયા (મી)માં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો મારમાર્યો

માળિયા (મી)માં રહેતા યુવાનને એક શખ્સની સાથે ઘરે આવવા બાબતે ત્રણેક મહિલા પહેલા બોલાચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાનને ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

માળીયા મીયાણામાં વિશાલા હોટલની પાછળના ભાગમાં રહેતા સુલતાનભાઈ ઉર્ફે ટપુસ રસુલભાઈ કટિયા (32) નામના યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોહસીન ઉર્ફે ડિકો સંધવાણી રહે. નવાગામ, સાજીદ સાઉદીનભાઈ જેડા રહે ખીરઈ અને જાવેદ હાજીભાઈ જેડા રહે. માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ત્રણેક મહિના પહેલ મોહસીન સંધવાણી સાથે ઘરે આવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને મોહસીને લાકડાના ધોકા વડે જમણા હાથમાં અને બંને પગે માર માર્યો હતો. જ્યારે સાજીદ જેડાએ ફરિયાદી યુવાનને પેટ અને છાતીના ભાગે ઢીકાપાટુનો મારમારીને ઇજા કરી હતી અને જાવેદ જેડાએ તેને પકડી રાખીને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News