મોરબીનાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાએ ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન મોરબીની ભારતી વિધાલય શાળા ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ
Breaking news
Morbi Today

વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી


SHARE











વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી

વાંકાનેર નજીક હોટલ  અને ટંકારા નજીક કારખાનામાં કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી કરીને હોટલના સંચાલક અને કોન્ટ્રાકટર સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર બાઉન્ટ્રી તરફ જવાના રસ્તા ઉપર આવેલ જાલીડા ગામની સીમમાં તુલસી રામદેવ હોટલ આવેલ છે જ્યાં શ્રમિકો કામ કરતા હોય તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી કરીને હોટલના સંચાલક ભુપતભાઈ ઘુસાભાઇ હાડગરડા (42) રહે. જાલીડા વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટીયા પાસે આવેલા લક પોલીપેક નામના કારખાનામાં પરપ્રાંતિય શ્રમિકો કામ કરતા હતા જેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી તેમજ આઈડી પ્રૂફ મેળવેલ ન હતા જેથી કરીને હાલમાં કોન્ટ્રાક્ટર તેજબહાદુર દુધનાથરામ (39) રહે. હાલ લક પોલિપેક ક્વાર્ટરમાં જબલપુર મૂળ રહે ઉત્તર પ્રદેશ વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News