મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાંથી દારૂની ચાર બોટલ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ


SHARE





મોરબી શહેર-તાલુકામાંથી દારૂની ચાર બોટલ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ શેરી નં-2-3 વચ્ચેથી બાઇક લઈને પસાર થયેલા બે શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને બાઇક મળીને 52,088 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય પોલીસે ત્રણ શખ્સ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને દારૂ આપનારને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નં-2-3 વચ્ચેથી પસાર થઈ રહેલ બાઈક નંબર જીજેઆર 36 એમ 8865 ને રોકીને પોલીસે તે બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે 2,088 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 50,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 52,088 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે રવિ  કોળી (23) અને સંજય કોળી (28) રહે. બંને વજેપર વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરી હતી. અને તેની પ્રાથમિકમાં આ દારૂની બોટલો તેની સાહીલ સીદીકભાઈ ચાનીયા રહે. કબીર ટેકરી મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે હાલમાં એ ડિવિઝન ખાતે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધ્યો છે અને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીના રંગપર ગામની સીમમાં ભોલેબાબા હોટલની સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 500 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે જયદીપભાઇ આનંદભાઈ રાહોલિયા (22) રહે. અંબિકા ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News