ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી ટંકારાના હડમતીયા ગામ નજીક મેટાડોરના ચાલકે યુવાનના પગ ઉપરથી ટાયર ફેરવી દીધું માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર માલધારી 25 ઘેટાં-બકરા ટ્રક ચાલકે કચડી નાખ્યા માળીયા (મી)ના ખીરઈ ગામે રહેતા યુવાનને અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ભડકે દેવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસના સ્વયંસેવકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસના સ્વયંસેવકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં એનએસએસ એકમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત એનએસએસ દ્વારા સફાઈ, પર્યાવરણ સંવર્ધન, પ્લાસ્ટિક હટાવો જેવા કાર્યક્રમો તથા સૂત્ર, કવિતા, રંગોળી, ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્વયંસેવકોને સન્માનવાનો કાર્યક્રમ એનએસએસ એકમ દ્વારા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિજા)ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો. ત્યારે એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરીયા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓએ 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત પખવાડિયા દરમિયાન સ્વયંસેવકો દ્વારા થયેલ પ્રવૃત્તિ વર્ણવેલ હતી. ત્યાર બાદ પ્રિન્સિપાલ કે.આર. દંગીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું અને મુખ્ય મહેમાન પીઠાભાઈ ડાંગરે એનએસએસ પ્રવૃત્તિને બિરદાવી સ્વયંસેવકોને હંમેશા હકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ જુદીજુદી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા 16 તેમજ સક્રિય રહેનારા 36 સ્વયંસેવકોને પ્રમાણપત્ર, પુસ્તક, પેડ તથા બોલપેનથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન ડો. કવિતાબા ઝાલાએ કર્યું હતું  અને આ એકમના સ્વયંસેવક શ્રી અજય મનસુખભાઇ ધોરીયા પ્રથમ સ્થાનિક કક્ષાએ પછી યુનિવર્સિટી કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ Pre Republic Day Parade માટે પસંદગી પામેલ છે. તેઓ વેસ્ટ ઝોન કક્ષાના Pre Republic Day Campમાં 12 થી 21 નવેમ્બર દરમિયાન જલગાંવ, મહારાષ્ટ્ર ખાતે જોડાશે.




Latest News