મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન


SHARE









રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા માટે ખેડૂતો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બુધવારે સવારે 9:00 વાગે થી લઈને રાતના 12:00 વાગ્યા સુધીના સમય દરમિયાન 5,551 ખેડૂતો દ્વારા રક્તદાન કરીને ખાનગી વીજ કંપની દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આજની તારીખે પણ ખેડૂતો પોતાની માગણી ઉપર મક્કમ છે જેમાં તેઓને પૂરતું વળતર અને પહેલા વળતર આપવામાં આવે પછી જ તેઓના ખેતરની અંદર કામ કરવામાં આવે તે માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.

મોરબી સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી ખાનગી વીજ કંપનીઓ દ્વારા તેઓની વીજ લાઈન પસાર થાય છે તેના માટે થઈને વીજપોલ ઊભા કરવા માટેની અને વીજ વાયરના કોરીડોર પસાર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જોકે આ કામમાં ક્યાંકને ક્યાંક ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી જેથી ખેડૂતો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો દ્વારા અનેક વખત સ્થાનિક અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ પરિણામ મળતું ન હતું અને જો કામ રોકાવવા માટે જાય તો પોલીસને આગળ કરીને ખાનગી વીજ કંપની દ્વારા દાદાગીરી કરીને કામ કરવામાં આવતું હતું.

જેથી નારાજ થઈને મોરબી તાલુકાના જેતપર ગામે ગત તા. 18/6 થી કોઈપણ રાજકીય આગેવાનોને સાથે રાખ્યા વગર માત્ર ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેનો આજે આઠમો દિવસ છે. દરમિયાન સરકાર તરફથી ખેડૂતોને મંત્રણા કરવા માટે બે થી ત્રણ વખત આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોએ પોતાની માંગણીઓ લેખિતમાં તંત્ર મારફતે સરકાર સુધી પહોંચાડી દીધી છે અને તે માંગણીઓ બાબતે સરકાર સ્પષ્ટતા કરે અને મુખ્યમંત્રી દ્વારા તેઓને મળવા માટે થઈને લેખિતમાં પત્ર આપવામાં આવે ત્યાર પછી જ ખેડૂતો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે બેઠક કરવા માટે જશે તેવું હાલમાં ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે

દરમિયાન જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા હાલમાં ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેની સામે વિરોધ વ્યક્ત કરવા માટે થઈને બુધવારે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે સવારના 09:00 વાગ્યેથી લઈને રાત્રિના 12:00 વાગ્યે સુધીમાં કુલ મળીને 5,551 બોટલ રક્ત એકત્રિત થયું છે અને રક્તદાન કેમ્પ ની અંદર જુદી જુદી બ્લડ બેંકો જે આવી હતી તેની પાસે જરૂરી સાધન સામગ્રી ખૂટી પડી હોવાના કારણે આજે ગુરૂવારના દિવસે પણ ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે જો કે, ગુજરાતમાં એક જ જગ્યાએ એક જ દિવસમાં સૌથી વધુ રક્ત એકત્રિત કરવાનો રીબડાનો રેકોર્ડ હતો તે રેકોર્ડને જેતપર ગામના ખેડૂતોએ બ્રેક કરી નાખ્યો છે કેમ કે, રીબડામાં એક જ દિવસે એક જ જગ્યાએ 5,419 લોકોએ રક્તદાન કર્યું હતું જો કે, જેતપર ગામે એક જ દિવસની અંદર 5,551 બોટલ રક્ત એકત્રિત કરાયું છે અને આજે પણ રક્તદાન કેમ્પ ચાલુ હોવાથી આ આંકડો હજુ વધશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.




Latest News