મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી નજીક ક્રેટા ગાડી પલટી જતાં ઇજા પામેલા યુવાને સારવાર દરમ્યાન 19 માં દિવસે દમ તોડ્યો


SHARE













મોરબી નજીક ક્રેટા ગાડી પલટી જતાં ઇજા પામેલા યુવાને સારવાર દરમ્યાન 19 માં દિવસે દમ તોડ્યો

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ સનાળા ગામ પાસે નવી બનતી મેડિકલ કોલેજ પાસે ક્રેટા ગાડી પલટી મારી ગઈ હતી અને ત્યારે માથામાં ગંભીર ઇજા થવાના કારણે સારવારમાં ખસેડવામાં આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા સાવન સુરેશભાઈ સવસાણી (19) નામનો યુવાન ગત તા. 8/10/2024 ના રોજ રાત્રિના ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં ટંકારાથી મોરબી તરફ ક્રેટા ગાડી નંબર જીજે 36 એસી 1819 લઈને આવી રહ્યો હતો દરમિયાન સનાળા ગામ પાસે બની રહેલ નવી મેડિકલ કોલેજ સામે રસ્તા ઉપર ગાડી કોઈપણ કારણોસર પલટી મારી ગયેલ હતી જેથી સાવનને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હતી અને તેને તાત્કાલિક સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું તા 26/10/24 ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈ પાર્થ સુરેશભાઈ સવસાણી (22) રહે. કલ્યાણપુર તાલુકો ટંકારા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અજાણી મહિલાનું મોત

ટંકારા તાલુકાના હડમતીયાથી વાંકાનેરના કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ દલસુખભાઈ બોડાના ખેતરના શેઢે વોકળા પાસેથી ગત તા. 26/7/2023 ના બપોરના 12:30 વાગ્યાના અરસામાં અજાણી મહિલાની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવી હતી જેથી કરીને જે તે સમય મહિલાના મૃતદેહને ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે ડેડબોડીને રાજકોટ લઈ ગયા હતા જોકે, મરણજનારના શરીર ઉપર કોઈ બાહ્ય નિશાન જોવા મળેલ ન હતા અને મરણનું સ્પષ્ટ કારણ આવેલ ન હતું જેથી કરીને વીસેરા અને સ્ટર્નમ બોન લઈને તપાસ કરવામાં આવી હતી અંગેની હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને આ અંગેની વધુ તપાસ પીએસઆઈ પી.કે.સોધમ ચલાવી રહ્યા છે.






Latest News