મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકો માટે એસ.એસ.વાય. ની સિદ્ધ સમાધિ યોગ શિબિરનું આયોજન


SHARE













મોરબીમાં બાળકો માટે એસ.એસ.વાય. ની સિદ્ધ સમાધિ યોગ શિબિરનું આયોજન

વર્તમાન સમયમાં નાના બાળકો માટે ખેલકુદ, રમવાને બદલે ભણવાનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. માતા-પિતા પોતાના બાળકોને નિતનવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમજ શાળાકીય પરીક્ષામાં પણ પોતાના બાળકોને 100 ટકા જ આવવા જ હોય એવી અપેક્ષા જ રાખતા હોય છે, નાના બાળકોમાં પણ ખુબજ માનસિક તણાવ અનુભવી રહ્યા છે, બાળકો ડિપ્રેશન આધી વ્યાધિ અને ઉપાધિ ભોગવી રહ્યા છે, નાના બાળકો મોબાઈલના આદિ બની ગયા છે, બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, આવી અનેક જટીલ સમસ્યાઓનું શું કોઈ ઉકેલ નથી? હા, ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્રના ઋષિ પ્રભાકરજી દ્વારા પ્રેરીત ચિલ્ડ્રન એસ.એસ.વાય.પાસે તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે.

બાળકમાં રહેલ સર્વોત્તમ શક્તિને બહાર લાવી વિકસાવવા, બાળક સહજ રીતે અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરવા સક્ષમ બને, બાળકના જિદી અને ગુસ્સાવાળા સ્વભાવમાં આમુલ પરિવર્તન કરવા,બાળકની અભ્યાસ અને સર્જનાત્મક પ્રવૃત્તિમાં આગળ વધારવા ઈચ્છતા હોય,બાળક જવાબદાર શિસ્તબદ્ધ અને બીજાને મદદરૂપ થાય તેવું ઈચ્છતા હોય,બાળક નમ્ર વિવેકી અને આજ્ઞાંકિત બને તેવું ઈચ્છતાં હોય,બાળકનો શારીરિક માનસિક સામાજિક ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય તેવું ઈચ્છતા હોય તો જરૂરથી બાળકને ચિલ્ડ્રન એસ.એસ.વાય શિબિરમાં મોકલો બાળકમાં જરૂરી આમૂલ પરિવર્તન આવશે જ ચિલ્ડ્રન એસ.એસ.વાય અત્યંત સરળ શક્તિશાળી, અસરકારક અને પરિણામલક્ષી યોગની સાધના છે જેમાં પ્રાણાયામ, ધ્યાન અને જીવન ઉધર્વગામી બનાવે તેવા વિષયોની ચાર્ટ બનાવી સમજ આપવામાં આવે છે. અને બાળકના જીવનમાં ઘણા શારીરિક અને માનસિક ફાયદા અનુભવાય છે. સારી શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. સ્વભાવમાં અમુલ પરિવર્તન થાય છે. બાળક વિનય વિવેકી અને આજ્ઞાનકિત બને છે. ગુસ્સાવાળા કે જીદી સ્વભાવવાળા બાળકમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. બાળકમાં સહકારની ભાવના વિકસે છે. અને યાદ શક્તિમાં વધારો થાય છે. આ શિબિરમાં આઠ વર્ષથી ઉપરના અને 14 વર્ષની ઉંમર સુધીના જ બાળકોને જોડાઈ શકે છે આ શિબિર આઠ દિવસની છે અને દરરોજ આશરે બે કલાકનો સમય હોય છે છેલ્લા દિવસે સવારથી સાંજ સુધી બહાર જવાનું હોય છે. આ શિબિર તા: 06 થી 14 સુધી રાખેલ છે અને તેનો સમય સાંજે 4 થી 6 રાખવામા આવેલ છે અને ડોલ્સ & ડ્યુટ્સ ઇન્ટરનેશનલ પ્લે સ્કૂલ રત્નકલા એક્સપર્ટ (ગાંધીનું કારખાનું) ઉમિયા સર્કલની બાજુમાં મોરબી ખાતે આ શિબિર રાખવામા આવેલ છે જેમાં રજિસ્ટ્રેશન માટે નવનીતભાઈ કુંડારીયા (9825224898) અને  ધ્રુવ દેત્રોજા (9923111202) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News