મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ધમાકેદાર સિલ્વર જયુબિલી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ધમાકેદાર સિલ્વર જયુબિલી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના 25 પૂર્ણ થતાં સિલ્વર જયુબિલી ઉજણાવી કરેલ હતી અને  વર્ષ 1999  થી સંસ્થા મોરબીમાં કાર્યરત છે. આ નિમિતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓ  તથા ભુતપૂર્વ સ્ટાફમિત્રોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહ શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે રાખવામા આવેલ હતો અને સંસ્થાની  જુદી જુદી ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચૂકેલા ભુતપૂર્વ  વિદ્યાર્થીઓ તથા સ્ટાફે જૂના મિત્રોએ હળીમળીને હર્ષભેર ઉજવણી કરી હતી અને ત્યારે જૂન સંસ્મરણોને તાજા કર્યા હતા તેમજ પોતાના ફેવરિટ ટીચર, પોતાના શૈક્ષણિક પ્રવાસની મજાને યાદ કરી હતી તેમજ નવયુગના વિદ્યાર્થીઓએ આજે કઈ કઈ જગ્યાએ નોકરી કરી રહ્યા છે તેની માહિતી આપવામાં આવી હતી. આ તકે ઘણા લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ શાળામાં અભ્યાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા સ્થળોએ સેટલ થયેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઑ અને સ્ટાફનું સ્નેહ મિલન સહુ કોઇની માટે યાદગાર બની રહ્યું હતું જેથી કરીને તમામે સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે ઉચ્ચ હોદા મેળવેલ, પોતાની કુનેહથી  નવા ક્ષેત્રમાં ખેડાણ કરનાર, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, કલા ક્ષેત્રમાં, સરકારી વહીવટી તંત્રમાં, આરોગ્ય ક્ષેત્રે, સરંક્ષણ ક્ષેત્રે  આગળ આવેલ વિદ્યાર્થીઓ અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી અને વર્ષોથી મોરબી નવયુગ ગ્રૂપના સમાચારોને પોતા પોતાના માધ્યમમાં પ્રકાશિત કરતાં તમામ પત્રકારોનો પણ સંસ્થાના સંચાલક પી.ડી.કાંજીયાએ આભાર વ્યક્ત કરેલ હતો.






Latest News