મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા સિરામિક કામદારના પત્નીને ૧૧ લાખ અને આજીવન પેન્સન આપવા રાષ્ટ્રીય માનવ અધીકાર પંચનો આદેશ


SHARE













મોરબીમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા સિરામિક કામદારના પત્નીને ૧૧ લાખ અને આજીવન પેન્સન આપવા રાષ્ટ્રીય માનવ અધીકાર પંચનો આદેશ

 

પીટીઆરસીએ માનવ અધીકાર પંચમાં ફરિયાદ કર્યા બાદ  મોરબીના સીલીકોસીસ પીડીત પરીવારને ૧૧ લાખ રૂપિયા આપવામાં આવેલ છે અને હવે તે દર્દીને આજીવન પેન્શન આપવામાં આવશે.

મોરબીના સીરામીક એકમમાં કામ કરતાં કામદારને બીમારી થઈ હતી અને બીમારીના લક્ષણો ટીબી જેવા પણ ટીબી નહી. આ બીમારીથી હેરાન પરેશાન થતાં અંતે પાકું નિદાન થયું તો ખબર પડી કે સીરામીકમાં કામ કરવાથી થતી ફેફસાંની બીમારી સીલીકોસીસ છે. સીલીકોસીસ મટી ન શકે તેવી ગંભીર જીવલેણ બીમારી છે.  અને ધીમે ધીમે રોગ આગળ વધતો જાય પછી કામદારને શ્વાસ એટલો ચડે કે કમાવા માટે કામ ન કરી શકે. દર્દી મોતના મુખમાં ધકેલાતો જાય અને અંતે મૃત્યુ પામે છે. તે પછી સીલીકોસીસ પીડીત પરીવાર આર્થિક અને માનસીક રીતે ભાંગી પડે છે. જીવન માટે વીધવા અને તેના બાળકોને ભારે સંઘર્ષ વેઠવો પડે છે. 

પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા રાષ્ટ્રીય માનવ અધીકાર પંચ (NHRC)માં ફરિયાદ કરી સીલીકોસીસ પીડીતો માટે દાદ માગે છે. મોરબી સીરામીકમાં કામ કરતા રવજીભાઈનો ઈ.એસ.આઈ. ફાળો કાપવામાં આવતો તે જાણવા મળ્યું હતું પરંતુ તેમને કામના કોઈ જ પુરાવા આપવામાં આવતા ન હતા તેથી ઈ.એસ.આઈ કે પીએફ ના લાભો મળતા નહી. રવજીભાઇનું સીલીકોસીસને કારણે તા.૨૭/૦૬/૨૦૨૦ ને દીવસે અવસાન થયું હતું. આ સંસ્થા દ્વારા થયેલ ફરિયાદ બાદ કામદાર રાજ્ય વીમા કાયદા હેઠળ સીલીકોસીસ માટે રવજીભાઇનો દાવો સ્વીકારવામાં આવ્યો હતો. અને સીલીકોસીસના નીદાનની તા. ૨૮/૦૬/૨૦૨૦ થી દાવો મંજુર થવા સુધીના સમય પેટે રવજીભાઈને ૧૧ લાખ રૂપિયા તેમના વીધવાને ચુકવવામાં આવ્યા છે અને રવજીભાઈના પત્ની જીવે ત્યાં સુધી એમને માસીક ૧૦,૨૬૦ રૂપિયા પેન્શન મળતું રહેશે અને પુત્ર ૨૫ વર્ષના ન થાય ત્યાર સુધી એમને પણ અલગથી પેન્શન મળતું રહેશે.  






Latest News