ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનનું મોત


SHARE







મોરબીના સામાકાંઠે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર રહેતો યુવાન પોતાના પિતાને ત્યાં ગયો હતો જ્યાં પગપાળા જતા ચાલતાં ચાલતાં પડી ગયો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તેનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે રામાપીરના ઢોરે રહેતો જયન્તીભાઇ જીવાભાઇ અંબાલીયા (ઉ.વ.૪૦) નામનો યુવાન માળીયા વનાળીયા સોસાયટીમાં તેના પિતાના ઘરે ગયો હતો જયાં તેના પિતાના ઘર પાસે ચાલતા ચાલતા પડી જતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવતા ત્યાંના ફરજ પરના ડૉક્ટરે જયંતિભાઇ આંબલીયાને મરણ ગયેલ હોવાનું જણાવીને સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ એફ.આઇ. સુમરાએ તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતે ઇજા

વાંકાનેર તાલુકાના લીંબાળા ધાર તરફથી વાંકાનેર તરફ આવતા રોડ ઉપર દરગાહ સામે લાલપરની સીમમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમા કાર ચાલકે બુલેટમાં સવાર દંપતીને હડફેટે લેતા યાસ્મીનબેન ફારૂકભાઈ ઉસ્માનગની બાદી જાતે મોમીન (ઉમર ૩૦) રહે.કોઠી તા.વાંકાનેર જી.મોરબી તેમજ તેમના પતિ સાહેદ ફારૂકભાઈ ઉસ્માનગનીભાઈ બાદીને બુલેટસહિત હડફેટે લઈ અકસ્માત કરી યાસ્મીનબેનને બંને હાથે કોણીના ભાગે તથા બંને પગે ઢીંચણના ભાગે તથા કપાળના ભાગે જમણી બાજુ ઇજા પહોંચાડી તથા સાહેદ ફારૂકભાઈ ઉસ્માનગનીભાઈ બાદી ને જમણા હાથે કાંડાના ભાગે ફ્રેક્ચર તથા કપાળના ભાગે તથા જમણા પગે આંગળીના ભાગે તથા ડાબા પગે ઢીંચણના ભાગે તથા હોઠના ભાગે ઇજા પહોંચાડી હતી.જેથી યાસ્મીનબેને અકસ્માત સર્જનાર ઇકો ફોરવીલ નં. GJ- 36 L 8932  ના ચાલક સામે ગુનો નોંધાવલ છે.હાલ વાંકાનેર સીટી પોલીસ મથકના જે.એચ.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News