સ્વામી દયાનંદ સરસ્વતીજીની આજે પુણ્યતિથિ : આસો વદ અમાસ ને દિવાળી ૩૦ એપ્રિલ ઓક્ટોબર, ૧૮૮૩
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકો સાથે કરી દિવાળીની ઉજવણી
SHARE
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકો સાથે કરી દિવાળીની ઉજવણી
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને અનેક અભાવો વચ્ચે જીવતા સામાન્ય પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગરીબ બાળકોને ફટાકડાની કીટ આપી સ્વાદિષ્ટ મીઠાઈ સાથેનું ભોજન કરાવીને દિવાળીની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો હતો.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોની સર્વધર્મ સમભાવની જેમ ઉજવણી કરીને અભાવોથી વંચિત લોકોની જિંદગીમાં ઉમગનો રંગ ભરી દે છે. ત્યારે આજે તેજોમય પ્રકાશ પર્વ દિવાળીની આવી રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી સમગ્ર વિશ્વમાં માત્ર દસ ટકાના નસીબમાં જ લખાયેલી છે, બાકીના નેવુ ટકા લોકો તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે. ત્યારે વિતેલા દિવસોનો અફસોસ ન કરવો હોય તો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એને શ્રેષ્ઠ રીતે જીવી લેવું એટલા માટે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી અલગ અલગ વિસ્તારમાં રેહતા જરૂરિયાતમંદ નાના બાળકોને આજે દિવાળીના તહેવારમાં આશરે 3000 જેટલા બાળકોને વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવા અને ગુલાબ જાંબુ સાથે ભોજન જમાડીને વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરી હતી