મોરબીમાં કોલેજે જવા નીકળ્યા બાદ નવા બસ સ્ટેશન ખાતેથી યુવતી ગુમ મોરબીના નવા ધરમપુર ગામે પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત: શરીર ઉપર મારના નિશાન જોવા મળતા ફેરેન્સિક રિપોર્ટની જોવાતી રાહ મોરબી અને હળવદમાં પાંચ બાઈકની ચોરી કરનાર આરોપી જેલ હવાલે મોરબીમાં ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું મોરબીના ગાળા નજીક ટ્રક કન્ટેનર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં યુવાનું મોત: ગુનો નોંધાયો મોરબીની ત્રાજપર ચોકડી નજીક ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ સારવારમાં ખસેડાયો મોરબીમાં ક્લોકના કારખાનામાં બીજા માળેથી નીચે પડતાં યુવાનનું મોત મોરબીમાં પાર્સલોમાંથી સોની કંપનીની ગેમિંગ આઈટમ-એપલ એરપોર્ડ કાઢી લઈને ડિલિવરી બોયે ફ્લિપકાર્ટ સાથે કરી 1.23 લાખની છેતરપિંડી
Breaking news
Morbi Today

મોરબી : એસઆરપીના DYSP ની અકસ્માતગ્રસ્ત કારમાંથી દેશીદારૂ મળતા ગુનો નોંધાયો


SHARE





























મોરબી : એસઆરપીના DYSP ની અકસ્માતગ્રસ્ત કારમાંથી દેશીદારૂ મળતા ગુનો નોંધાયો

મોરબી જિલ્લાના હળવદ પાસે હળવદ-માળીયા હાઈવે ઉપર ગતમોડી રાત્રીના દોઢેક વાગ્યે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં એસઆરપીના ડીવાયએસપીની અકસ્માતગ્રસ્ત કારમાંથી દેશી દારૂ મળી આવતા હાલ ડીવાયએસપી સામે દારૂ સબબ અને અકસ્માત અંગે ગુનો નોંધી હળવદ પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.

હાલમાં હળવદ પોલીસ દ્વારા ભચાઉ એસઆરપી કેમ્પના ડીવાયએસપી એસ.એસ.બામણીયાની ધરપકડ કરવામાં આવેલ છે.તેઓ હાલમાં કચ્છના ભચાઉ એસઆરપી ગ્રુપમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે.અકસ્માત થયેલ ગાડીને પોલીસે ચેક કરતા તેમાંથી ડીવાયએસપી પીધેલી હાલતમાં ઝડપાયા હતા.તેમની પાસેથી ચાર બોટલ દેશી દારૂ ભરેલ અને એક બોટલ ખાલી કબ્જે કરવામાં આવી હતી.જેથી હળવદ પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના રણજીતગઢ ગામ પાસે એસઆરપીના ડીવાયએસપીએ નશાની હાલતમાં રોડ સાઇડમાં પડેલ કારની સાથે કાર અથડાવીને અકસ્માત સર્જયો હતો. ભચાઉ એસઆરપી ગૃપમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ બામનીયાએ અકસ્માત સર્જ્યો હતો.મોડી રાતે ડીવાયએસપીએ રોડની સાઈડમાં ઉભેલી અન્ય કારને નશાની હાલતમાં હડફેટે લીધી હતી.બાદમાં પોલીસે કારની તલાસી લેતા ડીવાયએસપીની કારમાંથી 3 લીટર દેશીદારૂ મળી આવતા દારૂ તેમજ કાર મળીને હાલમાં કુલ 12,00,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે ડીવાયએસપીની જીજે 20 સીએ 6224 નંબરની કાર જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપીની અકસ્માતગ્રસ્ત કારમાંથી દેશીદારૂનો જથ્થો મળી આવતા આ બાબત હાલ સમગ્ર મોરબી જિલ્લા તથા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.
















Latest News