મોરબી : મંત્રી મેરજાની નવાવર્ષે મુલાકાત કરીને જુના પ્રશ્નનો માટે કરી રજૂઆત
વાંકાનેરમાં કોરોના કાળમાં દૂર રહેતા શહેરીજનો નૂતન વર્ષે પરસ્પર ભેટી પડ્યા
SHARE

વાંકાનેરમાં કોરોના કાળમાં દૂર રહેતા શહેરીજનો નૂતન વર્ષે પરસ્પર ભેટી પડ્યા

(કેતન ભટ્ટી દ્વારા) : કોરોના કાળનાં એક સમયે એક બીજાથી દૂર રહેતા શહેરીજનો કોરોના મહદ અંશે હળવો થતાં નૂતન વર્ના પ્રારંભે પરસ્પર ભેટી પડતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં.

મહામારી હળવી થતાં રાજ્ય સરકાર દ્વારા પણ છૂટ આપવામાં આવી છે ત્યારે નૂતન વર્ષના પ્રારંભે વાંકાનેરનાં શહેરીજનોએ પરસ્પર ભેટી પડી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે અનેક સ્થળે હર્ષાશ્રુ છલકાઈ ઉઠયા હતાં અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં, પૂર્વ નગરપતિ ભાજપ અગ્રણી અને વાંકાનેરનાં પ્રહરી જીતુભાઈ સોમાણીને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવવા રાજકીય આગેવાનો, સમર્થકો, શહેરીજનો, પત્રકારો ઉમટયા હતાં અને પરસ્પર શુભેચ્છા પાઠવી હતી, ઉપરાંત પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાનાં નિવાસ સ્થાને શિક્ષકો, સમર્થકો, પત્રકારોએ પરસ્પર મો મીઠા કરી નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી, મહામારી પછી લાંબા સમય બાદ શહેરમાં ખુશીની લહેર પ્રસરી ઉઠી હતી.