મોરબી : મંત્રી મેરજાની નવાવર્ષે મુલાકાત કરીને જુના પ્રશ્નનો માટે કરી રજૂઆત
SHARE
મોરબી : મંત્રી મેરજાની નવાવર્ષે મુલાકાત કરીને જુના પ્રશ્નનો માટે કરી રજૂઆત
નુતનવર્ષા અભિવાદન અર્થે મંત્રી શ્રમ અને રોજગાર, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ, પંચાયત ગુજરાત સરકાર ગાંધીનગર તેમજ આપણાં લોકલાડીલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની સર્કિટ હાઉસ મોરબી ખાતે મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં મણિલાલ સરડવા પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, જયેશ ક્લોલા ઉપ પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ , ભાવેશ કૈલા મહામંત્રી મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ લાલજીભાઈ કકાસણિયા કોષાધ્યક્ષ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ફાલ્ગુન કાલરીયા શિક્ષક અમરાપર હાજર રહ્યા હતા જેમાં નીચે મુજબના પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવી.
1) નવી પેંશન યોજનાના સ્થાને જૂની પેંશન યોજના શરૂ કરાવવી
2) લાંબા સમયથી મોરબી જિલ્લા ના શિક્ષકોના G.P.F. ખાતા રાજકોટ ખાતે કાર્યરત છે તે મોરબી શરૂ કરવા બાબત અગાઉ કરેલ રજુઆત યાદ કરાવી
બંને બાબત માટે માનનીય મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે જેમાં G.P.F. ખાતાની કાર્યવાહી કરી પ્રકરણ હાલ રાજકોટ એ.જી.ઓફીસ સુધી એ પહોંચાડી દીધેલ છે ઝડપથી મોરબી ટ્રાન્સફર થાય તે બાબતની સૂચના આપેલ છે. આપણા લોક લાડીલા બ્રીજેશ મેરજાનો શિક્ષક પરિવાર મોરબી વતી ખૂબ ખૂબ આભાર.
મોરબી વકીલમિત્રો જોગ
મોરબી બાર એસોસિયેશન ના તમામ વકીલશ્રીઓને જણાવવાનું કે, સંવત ૨૦૭૮ ના આગમન સાથે તા. ૧૦/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલનનું આયોજન કરેલ હોય, દરેક વકીલઓએ સમયસર સવારે ૧૦:૩૦ કલાકે હાજર રહેવા આથી મોરબી બાર એસોસિયેશન ના તમામ હોદ્દેદારો વતી નિમંત્રણ આપવામાં આવે છે.
સ્થળ: બાર રૂમ, ન્યાય મંદિર, મોરબી.
આયોજક:- પ્રમુખ ડી. આર. અગેચણિયા
નિમંત્રક:- સેક્રેટરી એમ. એચ. દવે. તથા તમામ હોદ્દેદારો