મોરબીના જસમતગઢ ગામ નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાંચ લાખની કિંમતના ટ્રેક્ટરની ચોરી
SHARE
મોરબીના જસમતગઢ ગામ નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાંચ લાખની કિંમતના ટ્રેક્ટરની ચોરી
મોરબીના જસમતગઢ ગામની સીમમાં કેનાલ પાસે હોટલના કમ્પાઉન્ડમાં ટ્રેક્ટર પાર્ક કરીને મૂક્યું હતું જે ટ્રેક્ટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રેક્ટરની ચોરી થઇ છે માટે ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા રણછોડભાઈ ભાણાભાઈ પાંચિયા (42) નામના યુવાને વાહન ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે આવેલ મેલડી હોટલના ગ્રાઉન્ડમાં તેણે પોતાનું ટ્રેક્ટર નંબર જીજે 36 એએફ 9913 પાર્ક કરીને મૂક્યું હતું જે પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રેક્ટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જુગારની રેડ
મોરબી તાલુકાના ઘુટું ગામની સીમમાં સોના સિરામિકની પાછળના ભાગમાં બાવળની જાળીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા હિતેશભાઈ પ્રભુભાઈ વાઘેલા (42) અને રણછોડભાઈ કેશુભાઈ ઓગણીયા (35) રહે બંને વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 850 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
જુગારની રેડ
મોરબીના વીસીપરા વિસ્તારમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દિનેશભાઈ પરબતભાઈ વાઘેલા (43), લાલજીભાઈ મગનભાઈ ડોડીયા (52) અને રમેશભાઈ દેવજીભાઈ ઘાટલિયા (55) રહે બધા વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1540 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.