મોરબી જિલ્લાના લજાઈ પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં મંગલમૂર્તિ શાળા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ મોરબીના જૂના ઘૂટું રોડે આગ લાગતાં છોટાહાથી વાહન સંપૂર્ણ બળીને ખાખ: કોઈ જાનહાનિ નહીં મોરબીની નવયુગ કોલેજમાં એઇડ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર દ્વારા પ્રિ-સ્કુલ માટે બનાવાયેલ નવા નિયમોનો મોરબીમાં પ્રિ-સ્કુલના સંચાલકો દ્વારા વિરોધ હળવદના વેગડવાવ ગામ નજીક પેટ્રોલ પંપમાંથી 34 હજારના મુદામાલની ચોરીના ગુનામાં ત્રણ પૈકીનાં બે આરોપી ઝડપાયા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ અપાઈ
Breaking news
Morbi Today

મોરબી, હળવદ અને ટંકારા તાલુકામાં ચાર સ્થળે દારૂની રેડ: 61 બોટલ દારૂ સાથે ચાર પકડાયા, ચારની શોધખોળ


SHARE

























મોરબી, હળવદ અને ટંકારા તાલુકામાં ચાર સ્થળે દારૂની રેડ: 61 બોટલ દારૂ સાથે ચાર પકડાયા, ચારની શોધખોળ

મોરબી, હળવદ અને ટંકારા તાલુકામાં જુદીજુદી ચાર જગ્યાએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે દારૂની નાની મોટી કુલ મળીને 61 બોટલ કબજે કરેલ છે અને હાલમાં ચાર આરોપીઓને પકડ્યા છે અને ચાર આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં સંજય મનસુખભાઈ થરેસાના ખેતરમાં દારૂનો જથ્થો હોવા અંગેની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 24 બોટલ મળી આવતા પોલીસે 13,464 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંજય મનસુખભાઈ થરેસા (33) અને ગણેશ ઉર્ફે સતીશ મનસુખભાઈ થરેસા (24) રહે. બંને સોખડા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

 

હળવદની મોરબી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા બાઇકને રોકવા માટે ઇશારો કરવામાં આવ્યો હતો જેથી બાઈક ચાલકો પોતાનું બાઈક ત્યાં સ્થળ ઉપર છોડીને પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા જેથી પોલીસે સ્થળ ઉપર જઈને ચેક કરતા દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને આઠ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 3,720 ની કિંમત નો દારૂનો જથ્થો તથા બાઇક નંબર જીજે 36 એએ 1683 જેની કિંમત 35 હજાર આમ કુલ મળીને 38,720 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ વાહન તથા દારૂનો જથ્થો છોડીને નાસી ગયેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે નંદો ગણેશભાઈ દલવાડી અને કમલેશ ઉર્ફે ધવલ ઘનશ્યામભાઈ ચાવડા રહે. બંને રાયસંગપર હળવદ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ટંકારા તાલુકાના ઘુનડા ગામે બસ સ્ટેશન પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 15 તથા મોટી 2 બોટલો આમ કુલ મળીને 17 બોટલ મળી આવતા 3,202 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી ડેવિડ અનિલભાઈ રાજા (29) રહે. રવાપર રોડ લોટસ રેસીડેન્સી બ્લોક નંબર 501 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે

મોરબીમાં મહેન્દ્રપરા શેરી નં-2 પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની 12 બોટલો મળી આવતા પોલીસે 3,600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચિરાગ જગદીશભાઈ ગાંધી (30) રહે. માધાપર શેરી નં-2 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો તેણે કિશન પ્રવીણભાઈ લવા રહે. જેપુર ત્રિમંદિર પાસે બ્રહ્મપુરી સોસાયટી મોરબી અને અવિનાશ કોળી રહે. માધાપર મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા હાલમાં ત્રણેય શખ્સો સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામના સિમ વિસ્તારમાં નદીના કાંઠે બાવળની કાંટમાં દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 45 લીટર આથો તથા તૈયાર આઠ લિટર દેશી દારૂ અને ભઠ્ઠીના અન્ય સાધનો મળી આવતા પોલીસે 3,055 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર હંસાબેન દિનેશભાઈ સોલંકી (40) રહે. કોટડા નાયાણી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.














Latest News