હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના કવી જુગતરામ વ્યાસ રચિત જુગત કાવ્ય ઝરણી ના વિમોચનનો કાર્યક્રમ યોજાયા


SHARE

















મોરબીના કવી જુગતરામ વ્યાસ રચિત જુગત કાવ્ય ઝરણી ના વિમોચનનો કાર્યક્રમ યોજાયા

મોરબીના કવિ જુગતરામભાઈ વ્યાસના પુસ્તક "જુગત કાવ્ય ઝરણી"ના વિમોચનનો કાર્યક્રમ રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે યોજાયેલ.આ પ્રસંગે વકતા શૈલેષભાઈ સગપરિયા, દામજી ભગત (નકલંકધામ-બગથળા), જગદીશબાપુ (કથાકાર-શિવપુર) ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), ડૉ.સતિષભાઈ પટેલ, કિરીટદાન ગઢવી, ડૉ.જયેશ પટેલ, પ્રભુદાન સુરૂ, દિપુદાન ગઢવી, કે.એસ.અમૃતિયા, પી.ડી.કાંજીયા, મનહરલાલ પૈજા અને ડૉ.ભાવેશ જેતપરિયા હાજર રહેલ. કાર્યક્રમને કવિની અપેક્ષા કરતા વધારે સારી રીતે ઉજળો કરી બતાવ્યો એવા મોરબીના જાણીતા બિલ્ડર અને સાહિત્ય પ્રોત્સાહક હંસરાજભાઈ છગનભાઈ ગામી (હંસરાજકાકા-સ્વરાંગન) તેમજ જેમને દિવસરાત જોયા વિના તન, મન અને ધનથી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો તેમનો કવી પરિવારે આભાર માન્યો હતો.પુસ્તક વિમોચન બાદ કવિ જુગતરામભાઈ વ્યાસના પુસ્તક "જુગત કાવ્ય ઝરણી"ની કલમે લખાયેલ નાટક "રાંક નું રતન" ભજવાયેલ જેમાં ચારણ કવિનું મુખ્ય પાત્ર ડૉ.શિવધનભાઈએ ભજવેલ. સમગ્ર કાર્યક્રમના દાતા હંસરાજભાઇ અને ગામી પરિવારનો કવીના પૌત્ર હાસ્ય કલાકાર દેવેન વ્યાસે આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News