વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકા ભાજપ પરિવારનો પંચાયત મંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


SHARE

















માળીયા (મી) તાલુકા ભાજપ પરિવારનો પંચાયત મંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

માળીયા (મી) તાલુકા ભાજપ પરિવારનો પંચાયત મંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કેકોઇપણ સંગઠનનું મુખ્ય બળ તેના કાર્યકરો છે સદ્નસીબે માળીયા ( મી ) તાલુકામાં ભાજપના કસાયેલા અને પાયાના કાર્યકર્તાઓની મોટી ફોજ છે જેના થકી તાલુકામાં સંગઠન ખૂબ બળવતર બન્યું છે આવનારા દિવસોમાં પણ ભાજપનું આ સંગઠન પેઇઝ સુધી વિસ્તરે અને પેઇઝ સમિતિ બને તેવો સૌને અનુરોધ કર્યો હતો માળીયા તાલુકાના સિંચાઇરસ્તાઓ સહિતના જે કોઇ પ્રશ્નો હશે તેને ઉકેલવા આપણે સૌ એક ટીમ બનીને કાર્યરત રહીએ અને તાલુકાની પ્રજાની સેવા કરતાં રહીએ આ તકે જિલ્લા ભાજપા પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયાએ સંગઠન અંગે પ્રકાશ ફેંકયો હતો સહકારી અગ્રણી મગનભાઇ વડાવીયાએ આગામી દિવસોમાં માળીયા (મી) તાલુકા માટે વિકાસની ઉજળી તક રહી છે ત્યારે સૌએ સાથે મળી તાલુકાને વેગવંતો બનાવવા કાર્યરત બનીશું મોરબી જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી રણછોડભાઇ દલવાડીજેસંગભાઇ હુંબલ અને જયેન્દ્રસિંહજી જાડેજામાળીયા (મી) તાલુકા ભાજપા મહામંત્રી મનીષભાઇ કાંજીયા, અરજણભાઇ હુંબલ સહિત બહોળી સંખ્યામાં શક્તિ કેન્દ્રોના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક એવા તાલુકા પ્રભારી સુભાષભાઇ પડસુંબીયાએ સંગઠન અંગે વિસદ્ છણાવટ કરી હતી અને સૌના સહકારથી આપણે નવા પડકારો જીલી માળીયા (મી) તાલુકાના વિકાસ માટે કાર્યરત રહીએ એવી લાગણી વ્યકત કરી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન લક્ષ્મીવાસના સરપંચ જયદીપભાઇ સંઘાણીએ કર્યું હતું




Latest News