મોરબીમાં વ્યાજ વટાવના ગુન્હામાં અનેક વખત પકડાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
હળવદના કડીયાણા પાસે કાર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને આઇસરમાં અથડાતાં યુવાનનું મોત: ત્રણને ઇજા
SHARE
હળવદના કડીયાણા પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને આઇસરમાં અથડાતાં યુવાનનું મોત: ત્રણને ઇજા
મોરબીના હળવદ રોડ ઉપર હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસે ગત મોડીરાત્રીના અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં મોરબીથી ગુજરવદી ગામે માતાજીના માંડવામાં જઈ રહેલ પરિવારને અકસ્માત નડતા બનાવમાં યુવાનનું ગંભીર ઇજાઓ થવાથી મોત નિપજયુ છે અને તેના પત્ની અને બે સંતાનોને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે અકસ્માત એટલો ગોજારો હતો કે યુવાનને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.
જાણવા મળતી માહિતી મુજબ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લાના સાલોડ ગામના રહેવાસી કિશનકુમાર રંગીતભાઇ પરમાર જાતે સોઢા (20)એ આર્ટિકા ગાડીના ચાલક મૃતક અમીતભાઇ કાનજીભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના આઇસર જીજે 36 ટી 7578 માં બોક્સ ભરીને અમદાવાદ બાજુથી મોરબી આવી રહ્યો હતો ત્યારે હળવદ તાલુકાનાં કડિયાણા ગામ પાસે આવેલ વણાંકમાંથી આરોપી અમિતભાઈ ચૌહાણ ઉર્ફે લાલો તેના હવાલા વાળી આર્ટિકા કાર નંબર જીજે 36 એએલ 4848 લઈને મોરબી બાજુથી હળવદ તરફ જઇ રહ્યો હતો ત્યારે વણાંકમાં ગાડીના સ્ટેરિંગ ઉપરથી તેને કાબૂ ગુમાવી દીધો હતો જેથી કાઈને તેની ગાડી ડીવાયડર કૂદીને સામેના રોડ ઉપરથી પસાર થઈ રહેલ ફરિયાદીના આઇસર અથડાઇ હતી જેથી કરીને ગંભીર અકસ્માત થયો હતો અને તેમાં કારના ચાલકનું મોત નીપજયું હતું અને તેના પત્ની તેમજ બે સંતાનોને ઇજા થયેલ હતી જેથી તે ત્રણેયને સારવારમાં લઈ ગયા હતા અત્રે ઉલેખનીય છે કે, અકસ્માત એટલો ગોઝારો હતો કે, ઇજા પામેલ યુવાનને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. હાલમાં આઇસરના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક કારના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.