મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

આને કહેવાય વિકાસ: મોરબીમાં સિરામિક ટ્રેડિંગ-એક્સપોર્ટનો ધંધો કરતાં યુવાને શરૂ કરી તગડી કમાણી આપતી કેસરની ખેતી


SHARE





























આને કહેવાય વિકાસ: મોરબીમાં સિરામિક ટ્રેડિંગ-એક્સપોર્ટનો ધંધો કરતાં યુવાને શરૂ કરી તગડી કમાણી આપતી કેસરની ખેતી

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતની અંદર સામાન્ય રીતે કપાસ, મગફળી વગેરે જેવા પાકની ખેતી કરવામાં આવતી હોય છે પરંતુ હવે કેસરની ખેતી પણ શક્ય છે. આ વાત સાંભળીને જરા પણ ચોકી જવાની જરૂર નથી. કારણ કે, મોરબીના એક પ્રગતિશીલ યુવાન દ્વારા 300 ફૂટ જેટલી જગ્યામાં ખાસ પ્રકારની લેબો બનાવી છે અને એરોપોનિક પધ્ધતિથી ત્યાં કેસરની ખેતી કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર એટલે કપાસ અને મગફળીની ખેતીનું હબ ગણાય છે અને ત્યાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીની ખેતી કરતા હોય છે જોકે છેલ્લા વર્ષોમાં કેટલાક ખેડૂતોએ રૂટીન ખેતી છોડીને હવે બાગાયતી પાક લેવાનું શરૂ કર્યું છે અને બાગાયતી પાક લેવાથી ઓછી મહેનત અને ઓછા ખર્ચે ખેડૂતોને સારી આવક થતી હોય છે તેવું જોવા જાણવા મળી રહ્યું છે તેવામાં મોરબીની વાત કરીએ તો મોરબીના સનાળા રોડ ઉપર આવેલ અંકુર સોસાયટીમાં રહેતા અને સીરામીક ટાઇલ્સનું ટ્રેડિંગ અને એક્સપોર્ટનું કામકાજ કરતા જીગ્નેશભાઈ દોશી દ્વારા મોરબીમાં કેસરની ખેતી શરૂ કરવામાં આવી છે. વાત સાંભળીને નવાઈ લાગે કારણ કે સામાન્ય રીતે કેસરની ખેતી કાશ્મીરમાં થતી હોય છે પરંતુ આ યુવાને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડમાં શોપિંગ સેન્ટરની 500 ફૂટની બે દુકાનમાંથી 300 ફૂટની અંદર ખાસ પ્રકારની એક લેબ બનાવી છે અને ત્યાં એરોપોનિક ખેતી કરીને તે કેસરનો પાક મેળવી રહ્યા છે અને કેસરની ડિમાન્ડ વધુ રહેતી હોય છે જેથી કરીને તેના ભાવ પણ ખૂબ સારા મળે છે.

હાલમાં મોરબીની અંદર કેસરની ખેતી કરતા જીગ્નેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે તેઓએ રૂટીન કામ કરવાના બદલે કંઈક અલગ કરવું છે અને ઓછી મહેનતે વધુ નફો મળે તે પ્રકારનું આયોજન કરવું છે તેવી વાત તેમના મિત્ર અને આ પ્રોજેક્ટના ટેકનિકલ રીતે તમામ પ્રકારનું માર્ગદર્શન આપતા ઋષિભાઈ દફતરીને કરી હતી જેથી તેમણે કેશરની ખેતી કરવાનું કહ્યું હતું અને જણાવ્યુ હતું કે, જો કેસરની ખેતી કરવામાં આવે તો તેમાં ઓછી મહેનતે ખૂબ સારો નફો મળે છે જેથી કરીને તેઓએ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ડોમા સેફરોન નામથી 200 કિલો કેસરના બલ્બ મેળવીને કેસરની ખેતી શરૂ કરી હતી અને આ કેસરના બલ્બ એક કિલોના 1200 થી 1300 રૂપિયા ભાવ હોય છે જોકે, ત્રણ મહિનાની અંદર તેમાં પાક આવવાની શરૂઆત થઈ ગયેલ છે.

અત્યાર સુધીમાં તેઓએ 350 ગ્રામ જેટલું કેશર મેળવ્યું પણ છે. જે કેસરના એક ગ્રામનો ભાવ 800 થી 1000 રૂપિયા સુધી મળતો હોય છે. ખાસ કરીને આ ખેતી માટે મેન પાવર કે પછી બીજા કોઈ પણ ખર્ચ કરવા પડતાં નથી અને કશ્મીર જેવુ વાતાવરણ મળી રહે તે માટેની વ્યવસ્થા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઊભી કરવાની હોય છે જેના માટે એક વખત રોકાણ કરવામાં આવ્યા બાદ બીજો કોઈપણ ખર્ચ કરવો પડતો નથી અને કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર કેસરની પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે જેથી કરીને કેસરનો પાક આવે તે પહેલા તો તેને લેવા માટે ગ્રાહકો આવી જાય છે જેથી કેસરની ખેતી કરનારને ખૂબ જ સારી કમાણી ઓછી જગ્યા, ઓછા ખર્ચ અને ઓછી મહેનતે થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ખેતી હોય કે અન્ય કોઈપણ કામ જ્યારે બીજા કરતાં હટકે કામગીરી કરવામાં આવે ત્યારે સો ટકા તેની નોંધ લેવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીના આ યુવાન દ્વારા પોતાના સિરામિક ટ્રેડિંગ અને એક્સપોર્ટના ઉદ્યોગની સાથોસાથ નાની એવી જગ્યાની અંદર કેસરની ખેતી શરૂ કરવામાં આવી છે. પરંતુ ઓછી જગ્યા, ઓછો ખર્ચ, ઓછી મહેનત તેમ છતાં પણ તનતોડ મહેનત કરવા છતાં ખેડૂતોને ન મળે તેવી આવક તેઓને હાલમાં મળતી થઈ ગયેલ છે અને આગામી સમયમાં આ આવકમાં ઉતરોતર વધારો થશે. તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી
















Latest News