મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જીકિયારી ગામે રહેતા યુવાને એકલવાયા જીવન-બેકારીથી કંટાળીને..


SHARE







મોરબીના જીકિયારી ગામે રહેતા યુવાને એકલવાયા જીવન-બેકારીથી કંટાળીને કર્યો આપઘાત

મોરબીના જીકિયારી ગામે રહેતા યુવાનના પાંચ મહિના પહેલા તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા અને ત્યારબાદ એકલવાયા જીવન અને કામધંધો મળતો ન હોવાથી તે કંટાળી ગયો હતો અને તેને પોતે પોતાની જાતે ઘર પાસે શેરીમાં એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જીકિયારી ગામે રહેતા વિજયભાઈ ચકુભાઈ સોલંકી (41)એ પોતે પોતાના ઘર પાસે હતા ત્યારે શેરીમાં એસિડ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જો કે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નિપજ્યું હતું અને આ બનાવની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક વિજયભાઈ સોલંકીના તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પાંચેક મહિના પહેલા કોર્ટમાં છૂટાછેડા થઈ ગયા હતા અને ત્યારબાદ તે એકલવાયું જીવન અને કોઈ કામ ધંધો મળતો ન હતો જેથી કંટાળી ગયો હતો અને તેણે પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં
મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર બાઈકની પાછળ બેસીને જતા સમયે બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં ભવ્યરાજસિંહ રણજીતસિંહ વાઘેલા (૧૯) રહે.યોગીનગર કુબેર ટોકીઝ પાછળ સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થતાં સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મોરબીની શાક માર્કેટ પાછળની શેરીમાં બાઈકની પાછળ બેસીને જતા સમયે બાઈકમાંથી નીચે પડી જતા અરૂરા નઇમભાઈ જીંદાણી (ઉમર ચાર) રહે. સિપાઈવાસને સારવાર માટે અત્રેની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલે ખસેડાયેલ. હતા.તેમજ મોરબી વીસીપરા ખાતે કામ દરમિયાન ત્રીજા માળ જેટલી ઊંચાઇએથી નીચે પડી જતા હિતેશભાઈ(૨૮) રહે.વાવડી ચોકડી મોરબીને ૧૦૮ વડે અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

હળવદ અકસ્માત
હળવદના રાતાભેર ગામે રહેતા દશરથ હઠીસંગભાઈ રજપૂત નામનો ૩૦ વર્ષનો યુવાન કામ કરતો હતો.ત્યારે કામ દરમિયાન માટી ભરેલું ટ્રેક્ટરનું ટ્રેલર ઉપર આવી જતા ગંભીર ઇજા થતા અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News