મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

અમદાવાદ ટેનીસ યુનિ. ખાતે ટેનીસના ખેલાડીઓની પસંદગી માટે વિદેશી કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ અપાશે


SHARE





























અમદાવાદ ટેનીસ યુનિ. ખાતે ટેનીસના ખેલાડીઓની પસંદગી માટે વિદેશી કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ અપાશે

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અનુસંધાને શુકન- ૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઇઓ -બહેનોની પસંદગી માટે વિદેશી કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ આપવા તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા. ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં ૨જીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking. AITA Ranking. ITF Ranking પ્રમાણપત્રો) સાથે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે. રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટીના સંપર્ક નંબર ૯૯૭૮૯૭૧૯૧૯ અને ઇ-મેઇલ આઇડી info@altevol.com પર સંપર્ક કરવાનો રહેશે તેવું મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
















Latest News