ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની અણઆવડતના લીધે વીસી હાઈસ્કૂલ પાછળ રોડ ઉપર ગટરની ગંદકી !


SHARE









મોરબી પાલિકાની અણઆવડતના લીધે વીસી હાઈસ્કૂલ પાછળ રોડ ઉપર ગટરની ગંદકી !

મોરબીમાં ધી.વી.સી. હાઈસ્કુલની પાછળનાં ભાગમાં રોડ ઉપર ભુગર્ભ ગટરની ગંદકી ફેલાયેલ છે જેથી કરીને લોકોના તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓના આરોગ્યને નુકશાન થાય તેવી પરિસ્થિતી છે જેથી કરીને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસીમભાઈ મનસુરી દ્વારા ચીફ ઓફિસરને ગટરની ગંદકી દૂર કરવા માટેની લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યુ છે કે, ધી.વી.સી. હાઈસ્કુલની પાછળનાં ભાગમાં રોડ ઉપરથી લોકો અવાર જવર ન કરી શકે તેવી ગંદકી જોવા મળી રહી છે અને તે રોડ પણ બિસ્માર હાલતમાં છે જેથી લોકોને પરાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગટરની ગંદકીના લીધે ત્યાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેથી કરીને વહેલી તકે ત્યાં સફાઈ કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News