માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આરટીઓ કચેરીની આસપાસના વિસ્તારમાં એજન્ટ-બિનઅધિકૃત ઈસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ


SHARE

















મોરબી જિલ્લા આરટીઓ કચેરીની આસપાસના વિસ્તારમાં એજન્ટ-બિનઅધિકૃત ઈસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ

મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તા. ૦૧/૦૭/૧૯૮૯ થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ રોકવા, લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય, સરકારના નિયમોનું વ્યવસ્થિત પાલન થાય અને કચેરીની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે બિન અધિકૃત વ્યક્તિઓની મોરબી જિલ્લા આરટીઓ કચેરી અને તેના આસપાસના વિસ્તારોમાં અવર જવર કરવા પર પ્રતિબંધ લગાવવો આવશ્યક છે.

આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે સ્થિત સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, મોરબી ખાતે સમગ્ર કમ્પાઉન્ડમાં, આ કચેરીમાં કામ કરતા સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોતાના સરકારી કામ માટે આવેલા હોય, વ્યાજબી કામ સબબ આવેલા અરજદારો તથા નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, વ્યક્તિઓના ટોળાઓને આ કચેરી અને આસસના વિસ્તારમાં પ્રવેશ કરવા પર અટકાવવા, ઊભા રહેવા અને અત્રે જણાવેલ તમામ બાબતો અનુસાર ગેરકાયદેસર કામગીરી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.   ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ ૨૪/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.




Latest News