મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે ટ્રેક્ટરમાથી નીચે પડેલ યુવાન રોટાવેટર મશીનમાં આવી જતાં મોત નીપજયું


SHARE









હળવદના સાપકડા ગામે ટ્રેક્ટરમાથી નીચે પડેલ યુવાન રોટાવેટર મશીનમાં આવી જતાં મોત નીપજયું

હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાંથી પસાર થતા ટ્રેક્ટરમાં પેટી ઉપર બેઠેલ વ્યક્તિનું ટ્રેકટરમાંથી નીચે પડી જવાના કારણે રોટાવેટર મશીનમાં પગ આવી જવાથી ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેકટર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને ખેતીકામ કરતા મહિપતભાઈ કાનજીભાઇ મકવાણા જાતે સતવારા (ઉંમર ૪૩)એ હાલમાં જીજે ૩૬ એફ ૮૪૭૫ ના ચાલક સંદીપભાઈ ચંદુભાઈ મકવાણાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીના ટ્રેક્ટરની અંદર બેસીને તેના ભાઈ રમણીકભાઈ કાનજીભાઇ મકવાણા આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર બેફિકરાઈથી ચલાવવામાં આવતા રમણીકભાઈ ટ્રેક્ટરની પાછળ પેટી ઉપર બેઠેલા હોય ત્યાંથી નીચે પડ્યા હતા અને ટ્રેકટરની પાછળ લગાડવામાં આવે રોટાવેટર મશીનમાં તેનો પગ આવી જવાના કારણે ગંભીર ઇજા થવાથી રમણીકભાઈનું મોત નીપજ્યું હતું હાલમાં આ બનાવમાં મહિપતભાઈ મકવાણાની ફરિયાદ લઈને પોલીસે સંદીપ મકવાણાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News