મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બિનવારસી લાશની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ


SHARE











મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બિનવારસી લાશની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થયેલી નોંધ મુજબ કોઈ અજાણ્યો પુરુષ કે જેની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની આસપાસ છે. તેઓ ગત તારીખ ૨૦-૧૧ ના રોજ બપોરે ૧૨ કલાકે મોરબી તાલુકામાં નીચી માંડલ ગામની સીમમાં નોકેન સિરામિકના કારખાનાની પાછળ નર્મદા કેનાલના રોડ પર બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. તેથી આ વ્યક્તિને સૌપ્રથમ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન ગત તારીખ ૨૧-૧૧ ના રોજ બપોરે ૩ કલાકે મૃત્યુ નીપજ્યું હતું.

ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ હાલમાં આ લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી છે. મૃત્યુ પામેલ હતભાગીની કોઈ ઓળખ મળી નથી અને તેમના સગા સંબંધીની કોઈ ઓળખ મળી નથી.તેથી આ લાશની ઓળખ કરવા અને તેમના વાલી વારસાની ભાળ મેળવવા અને સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.તેમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 




Latest News