વાંકાનેરના સમથેરવા ગામે ધારાસભ્ય સોમાણીના હસ્તે રોડનું કરાયું ખાતમુહૂર્ત
મોરબી ચેક રિટર્ન કેસ : હાજર ન રહેતા આરોપીને ડબલ રકમ સાથે એક વર્ષની સાદી કેદની સજા
SHARE









મોરબી ચેક રિટર્ન કેસ : હાજર ન રહેતા આરોપીને ડબલ રકમ સાથે એક વર્ષની સાદી કેદની સજા
મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને રૂપીયા ૬૦,૦૦૦ ના ડબલ એટલે કે ૧,૨૦,૦૦૦ નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને નવ ટકા વ્યાજ સહીત ચૂકવવા મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટે હુકમ ફરમાવ્યો છે.
કેસની વિગત જોઇએ, તો ફરીયાદી સલામહુસૈન ફીરોઝભાઈ ભુવર એ સામાવાળા લાલાભાઈ ભીમાભાઇ રાઠોડ રહે.કાલીકા પ્લોટ, મોરબી સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરાવ્ય હતો. આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ત્રીજા એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની ની કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતી.આ કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ સીમા નાથાણીની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે તા.૨૫-૧૧-૨૪ ના રોજ ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે. ચંદનાની સાહેબે આરોપી લાલાભાઈ ભીમાભાઇ રાઠોડને તકસીરવાન ઠરાવીને એક વર્ષની સાદી સજા અને રૂા.૬૦ હજારના ડબલ ૧,૨૦,૦૦૦ નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને નવ ટકા વ્યાજ સહીત ચૂકવવા હુકમ ફરમાવેલ છે. તેમજ આરોપી નામદાર અદાલતમાં હાજર રહેલ ન હોય તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવેલ છે.આમસનામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં આરોપી મુદતે હાજર રહેતા ન હોય અને ફરીયાદીની ઉલટ તપાસના કામે ગેર હાજર રહી કેસ લંબાવતા હોય, તેવા આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો આપેલ છે.ફરીયાદી તરફે વકીલ તરીકે એડ.સીમા નાથાણી રોકાયેલા હતા.
