મોરબી ચેક રિટર્ન કેસ : હાજર ન રહેતા આરોપીને ડબલ રકમ સાથે એક વર્ષની સાદી કેદની સજા
હળવદના માનસર ગામે ૨૦ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડીનું ડીડીઓના હસ્તે લોકાર્પણ થયું
SHARE









હળવદના માનસર ગામે રૂ. ૨૦ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડીનું ડીડીઓ જે.એસ. પ્રજાપતિના હસ્તે લોકાર્પણ થયું
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના હસ્તે હળવદ તાલુકાના માનસર ગામે એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨૦ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા માનસર ગામે રૂ. પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે પાણીની વિતરણ વ્યવસ્થા, સિવેજ લાઇન્સ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્વિપિંગ મશીન, સીસીટીવી કેમેરા સહિતની અદ્યતન સુવિધાઓથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે. આ તમામ વ્યવસ્થાઓનું હાલમાં ગ્રામ પંચાયતના વડપણ હેઠળ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર ગટોરભાઈ ગોહિલ, હળવદ તાલુકા વિકાસ અધિકારી, એમ.કે. સિંધવ, જિલ્લા આંકડા અધિકારી સંદીપ પટેલ, આંકડા મદદનીશ અમૃતલાલ સંઘાણી, પ્રાથમિક શાળાના આચાર્ય, ગામના સરપંચ તેમજ ગ્રામ વિકાસ સમિતિના સભ્યઓ, ગામ આગેવાનઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
